ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો છેલ્લા બે વર્ષથી વિવિધ પડતર પ્રશ્નો અંગે સરકારને સતત અપીલ કરી રહી છે, પરંતુ આજ સુધી કોઈ ઉકેલ ન આવતાં બહેનોએ હવે આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ ગાંધીનગર ફરી એકવાર આંદોલનના પડઘાથી ગુંજી ઉઠશે. ભારતીય આંગણવાડી કર્મચારી ફેડરેશન ૪ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ ગાંધીનગરના સત્યાગ્રહ કેમ્પ ખાતે રેલી અને જાહેર સભાનું આયોજન કરશે.
આંગણવાડી કાર્યકર બહેનોની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે.
સ્માર્ટ મોબાઇલ સુવિધાઃ કાર્યક્ષમતા વધારવા માટે સ્માર્ટફોન જરૂરી.
બી.એલ.ઓ.માંથી મુક્તિ. કાર્યઃ બહેનોને વધારાની જવાબદારીઓમાંથી મુક્ત કરવા અને તેમને તેમના મૂળ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરવા.
સીધી ભરતી યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે વય મર્યાદા વિના સીધી ભરતી.
કોર્ટના ચુકાદાનો અમલઃ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો અમલ કરવા માટે તાત્કાલિક પગલાં.
એફઆરએસ સમસ્યાઓનું નિરાકરણઃ ફિલ્ડ રિપો‹ટગ સિસ્ટમમાં સમસ્યાઓ દૂર કરવા માટે સિસ્ટમ હસ્તક્ષેપ.
એમએમવાય સ્ટોક માટે મહેનતાણું વળતરઃ છેલ્લા ચાર વર્ષથી સ્સ્રૂ સ્ટોક પોષણ માટે કાઢવામાં આવી રહ્યો છે, જેના માટે યોગ્ય વળતર આપવું જાઈએ.
ભારતીય આંગણવાડી કર્મચારી ફેડરેશન દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, ૪ ઓગસ્ટ, ૨૦૨૫ ને સોમવારના રોજ બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી ગાંધીનગરના સત્યાગ્રહ કેમ્પ ખાતે રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. ૧૨-૧૩ જુલાઈ ૨૦૨૫ ના રોજ ભારતીય મઝદૂર સંઘ ગુજરાત પ્રદેશની કાર્યકારી સમિતિમાં યોજાયેલી ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.