અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત(અમરેલી), સંચાલિત લેઉવા પટેલ ટ્રસ્ટ ઉચ્ચ પ્રાથમિક શાળા અને બી.એન. વિરાણી માધ્યમિક ગર્લ્સ સ્કૂલ ખાતે આજે ‘ઈન્ટરનેટ અવેરનેસ’ વિષય પર સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં વક્તા તરીકે ડિસ્ટ્રીકટ ઈન્ફોમેટિક ઓફિસર રવિ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઈન્ટરનેટના સુરક્ષિત ઉપયોગ, સાઇબર સુરક્ષા તથા ડિજિટલ જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું.