શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા સ્કૂલની બેન્ડ ટીમે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ બેન્ડ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું છે અને હવે તેઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તારીખ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ અમરેલી ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં જિલ્લાની અનેક શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ગજેરા વિદ્યાસભાની બેન્ડ ટીમના કેપ્ટન રોનક પરમારની આગેવાની હેઠળ અર્જુન મકવાણા, રોહન સરેખાડા, જય દાણીધારીયા, યસ મોણિયા, સુમિત રાઠોડ, શિવમ પરમાર, લવ બકુલીપરા, કાર્તિક પરમાર, દર્શન ગેલાણી, માહિર ગોજારીયા, રુદ્ર સવાલિયા, પાર્થ સાપરા, ક્રિપાલ રાઠોડ, વિરાજ નિમ્બાર્ક, આરુષ રમણી, દર્શ જોટાનિયા અને આદિત્ય મેરિયાનો વિજય થયો હતો. વિજેતા ટીમના તમામ ખેલાડીઓને સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મંત્રી મનસુખભાઈ ધાનાણી અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ અભિનંદન પાઠવ્યા હતા.