૧૯૭૫માં સંયુક્ત રાષ્ટ્ર સંગઠન દ્વારા ૮ માર્ચને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે માન્યતા આપવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે ૮ માર્ચે સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉજવવામાં આવે છે.
દર વર્ષે ૮ માર્ચે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ મહિલાઓના હકો, સમાનતા અને સમાજમાં તેમના યોગદાનને માન આપવાનો અવસર છે. પરિવારથી લઈને સમાજ અને દેશના વિકાસ સુધી મહિલાઓનો ફાળો અતિ મહત્વનો રહ્યો છે.આજના સમયમાં મહિલાઓ શિક્ષણ, વિજ્ઞાન, રાજકારણ, વ્યવસાય અને રમત-ગમત જેવા દરેક ક્ષેત્રમાં પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવી રહી છે. મહિલા દિવસએ નારી શક્તિના સન્માન, આત્મવિશ્વાસ અને પ્રેરણાની ઉજવણી કરવાનો દિવસ છે.
પરમ વંદનીય ઉત્તરપ્રદેશના રાજ્યપાલશ્રી આનંદીબેન પટેલના દિકરી અનારબેન પટેલ મહિલા સશક્તિકરણનું ઉમદા સ્વરૂપ છે. એડિસને કહ્યું છે કે “ઈશ્વર બધી જ જગ્યાએ પહોંચી વળતો નથી ત્યારે તેને મા નું સર્જન કર્યું છે”.ગુજરાતના ખ્યાતનામ કેળવણીકાળ અને સેવાના ભેખધારી પૂજ્ય ડા.મફતભાઈ પટેલના સેવાહી પરમો ધર્મના આદર્શને જીવનમાં ચરિતાર્થ કરનાર દિકરી અનારબેન પટેલ પાટીદાર સમાજનું ગૌરવ છે.માતા-પિતાના ગર્ભસ્થ સંસ્કારો સેવાના પ્રાપ્ત થયા છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો “જનસેવા એજ પ્રભુ સેવા”ને સતત આકાર આપતા રહ્યાં છે.પૂજ્ય આનંદીબેન પટેલ એક શિક્ષિકાથી રાજ્યપાલ સુધી તેમની રાજદ્વારી યાત્રા સુખદ રહી છે. એક મહિલા શું કરી શકે તે જોવું અને જાણવુ હોય તો બેનશ્રી અને અનારબેનમાં જોવા મળે છે.પર્યાવરણના સંવર્ધન અને જતન માટે શ્રી જયેશભાઈ અને અનારબેન પટેલ સેવાકીય પ્રવૃતિ દાયકાઓથી કરતા આવ્યા છે. અનારબેનને પોતાના ઘરેથી જ રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, સેવાકીય અને અધ્યાત્મિક સંસ્કારો ઘરેથી પ્રાપ્ત થયા.સ્લમ વિસ્તારના બાળકો માટે ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરાવીને સતત તે ક્ષેત્રે આગળ વધ્યા છે. વિનોબા ભાવેના શબ્દોમાં કહીએ તો “સેવા હી ઉપાસના હૈ” હજારો પરિવાર અને બાળકોના શ્રી અનારબહેન પટેલ પર આશીર્વાદ છે. અનેક સામાજિક સંગઠનો સાથે જોડાયેલા છે.જેમાં સમાજસેવાની પ્રવૃતિ વ્યાપક હોય છે. આટલી બધી વ્યવસ્થા વચ્ચે પણ સેવાની વાત આવે એટલે આંતરિક ઊર્જા પ્રબળ બની જાય છે અને તે કાર્ય કરવા માટે હંમેશા ઉત્સુક રહે છે.
શ્રી અનારબેન પટેલ સૌ સમાજને સાથે રાખી ચાલે તેવું મહિલા સશક્તિકરણનું અનન્ય વ્યક્તિત્વ છે.સૌને સાથે રાખીને સેવાકીય પ્રવૃતિ કરવાની નેમ લઈને ફરે છે. છોડ નાનો હોય પછી ધીમે ધીમે એનો વિકાસ થાય છે ત્યારે તે છોડ વટ
વૃક્ષ બને છે. તેમ સેવાકિય પ્રવૃતિથી કારકિર્દીનો પ્રારંભ કર્યો અને આજે કાગવડ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનારબેન પટેલનું નામ જાહેર થયું છે. અગાઉ તેઓ મહિલા પાંખના અધ્યક્ષ હતા, હવે સમગ્ર સંગઠનના સર્વેસર્વા બન્યા છે. ત્યારે ૨૦૨૭માં ૧૦મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ભવ્ય કાર્યક્રમની તૈયારી શરૂ થઈ છે.શ્રી અનારબેન પટેલ કાગવડ, ખોડલધામના અધ્યક્ષ બન્યા પછી પાટીદારોને એક પ્લેટફોર્મ ઉપર લાવશે.પાટીદારોની સામાજિક સંસ્થાઓ થકી એકતા નિર્માણ કરવામાં અગત્યનો ફાળો રહેલો છે. આધ્યાત્મિકતાની સાથે સાથે એકતા અનિવાર્ય છે. રાજ્યમાં ૧૮% વસ્તી ધરાવતા પાટીદારો સમગ્ર વિકાસનું કેન્દ્ર બિંદુ બને તે અનિવાર્ય છે. સમાજના લોકોને વચ્ચે જઈને શ્રી અનારબેન પટેલ યોગ્ય નેતૃત્વ પૂરું પાડશે. પાટીદાર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, રોજગારી અને ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી પાટીદારો પગભર થાય. સમાજની જે સમસ્યાઓ છે તેના નિરાકરણ માટે સૌ એક, નેક અને સર્વશ્રેષ્ઠ બને તે માટે પુરુષાર્થ થકી લક્ષ સુધી પહોંચવા શ્રી અનારબહેનનું માર્ગદર્શક અને પ્રેરણા સોનામાં સુગંધ ભરશે.
આગામી સમયમાં ખોડલધામનું સંગઠન કઈ રીતે મજબૂત બનાવવામાં આવે છે તેમજ રાજકીય પ્રભુત્વ પણ કઈ રીતે વધારવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.ખોડલધામ કાગવડ ખાતે વર્ષ ૨૦૧૭માં ૧૭ જાન્યુઆરીથી લઈ ૨૧ જાન્યુઆરી પાંચ દિવસ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલ્યો હતો. જે મહોત્સવમાં અંદાજિત ૭૫ લાખથી પણ વધુ ભક્તો ઉમટી પડ્‌યા હતા. ત્યારે ૧૦૦૮ કુંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ ૧૦૦૮ કુંડી યજ્ઞમાં ૬૦૪૮ જેટલા યજમાનો બેઠા હતા. તેમજ સમગ્ર આયોજનની નોંધ એશિયા બુક અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં કરવામાં આવ્યું.આટલું જ નહીં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા હાલ રાજકોટના અમરેલી ગામ સ્થિત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટનું નિર્માણ કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે. આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અનારબેનને ખુબ ખુબ શુભેચ્છા. તેઓ સમાજને યોગ્ય અને અસરકારક નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે. મા ઉમિયા, અન્નપૂર્ણા અને ખોડલ માતાજી વિરાટ શક્તિ પ્રદાન કરે તેવી આજના શુભ દિવસે પ્રાર્થના કરીએ છીએ. શ્રી અનારબેન પટેલ તમે આગળ વધો, સમગ્ર પાટીદાર સમાજ અને અન્ય સમાજ તમારી સાથે છે. તમારું ભવિષ્ય ખૂબ ઉજજવળ છે. માતા અને પિતાના તેમજ આદરણીય જયેશકુમાર પટેલના સ્નેહ, સહકાર અને સેવાના ત્રિવેણી સંસ્કારો પ્રગતિનો પેગામ લાવશે તેવી ખાત્રી છે. mo.૯૮૨૫૭૦૨૨૮૨