વડીયા તાલુકાના કોંગ્રેસના ગઢ ગણાતા માયાપાદર ગામમાં રાજકીય સમીકરણો બદલાયા છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં ગામના સરપંચ રવિભાઈ વાળા, ઉપસરપંચ અને ગ્રામ પંચાયતની આખી ટીમ સહિત ૧૦૦થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ તમામ કાર્યકરોનું કૌશિકભાઈ વેકરીયાએ ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ કાર્યકરો વિકાસ, રાષ્ટ્રવાદ અને સુશાસનના વિશ્વાસ સાથે ભાજપમાં સામેલ થયા છે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી બાદ આ વિસ્તારમાં રાજકીય સમીકરણો બદલાયા છે. માયાપાદરમાં થયેલા આ મોટા જોડાણથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે ભાજપની તાકાત વધી છે. કૌશિકભાઈ વેકરીયાએ આ પરિવર્તનને ગામના વિકાસ માટે મહત્વનું ગણાવ્યું. આ ઘટના આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.