ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થયા છે. તેને વિધાનસભા સત્રમાં ભાગ લેવા માટે પેરોલ પર છોડ્યો છે. ચૈતર વસાવાને મળવા તેના સમર્થકો અને શુભેચ્છકો સેન્ટ્રલ જેલ ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ખાસ વાત એ છે કે કોર્ટ દ્વારા તેને ફક્ત ૩ દિવસ માટે જ પેરોલ મંજૂર કરવામાં આવી છે.ચૈતર વસાવા પર જાનથી મારી નાખવાના પ્રયાસનો આરોપ છે. માહિતી મુજબ, તેણે તાલુકા પંચાયત પ્રમુખ પર હુમલો કર્યો હતો અને તેને મારવાની કોશિશ કરી હતી. આ મામલામાં ચૈતર વસાવા સામે ગંભીર કેસ નોંધાયો હતો અને તે જેલમાં હતો.૬૩ દિવસના જેલવાસ  બાદ ચૈતર વસાવાને આજે  શરતી જામીન મળ્યા છે. તેણે નર્મદાની ડીસ્ટ્રીકટ કોર્ટમાં પણ પહેલા જામીન માટે અરજી કરી હતી. આ અરજી ૧ સપ્ટેમ્બરે રાજપીપળા કોર્ટમાં પહોંચાડવામાં આવી હતી.કોર્ટએ ચૈતર વસાવાને ફક્ત વિધાનસભા સત્રમાં હાજરી આપવા પેરોલ પર મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. જા કે, તેની પર કેટલીક કડક શરતો પણ મૂકી છે. જેમાં મુખ્યત્વે કોઈ પ્રકારની રેલી ન કાઢવી, જાહેરસભા ન સંબોધવી, મીડિયા સાથે કોઈ નિવેદન ન આપવું.ચૈતર વસાવા ગાંધીનગર તરફ રવાના થયા છે જ્યાં તે વિધાનસભા સત્રમાં ભાગ લેશે. તેના સમર્થકોનો દાવો છે કે તે રાજકીય સડયંત્રનો ભોગ બન્યો છે, જ્યારે વિરોધ પક્ષો તેને કડક સજા થવી જાઈએ એવી માંગણી કરી રહ્યા છે.ચૈતર વસાવાની જેલ મુક્તિ સાથે જ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ ગઈ છે. વિધાનસભામાં તે કયા મુદ્દાઓ ઉઠાવશે તેના પર સૌની નજર છે. બીજી તરફ, વિરોધ પક્ષ આ મુદ્દાને લઇ સરકાર પર આક્ષેપ કરી શકે તેવી સંભાવના છે.ડેડીયાપાડા વિસ્તારમાં ચૈતર વસાવાના સમર્થકોમાં આનંદ જાવા મળ્યો છે. તેને ધારાસભ્યનું ફૂલહારથી સ્વાગત કર્યું. પરંતુ કેટલાક લોકોએ જણાવ્યું કે ધારાસભ્યને પેરોલ  આપવો એ ન્યાયિક વ્યવસ્થાનો દુરુપયોગ છે.