અમદાવાદમાં ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે લીલીઝંડી મળતા એમએમસી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા અને અમદાવાદને સ્પોર્ટ્‌સ સિટી બનાવવા શહેરના વિવિધ વિસ્તારમાં ૨૮૩ કરોડના ખર્ચે ૧૦ નવા સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ બનાવવાની અને ૨૯.૨૧ કરોડના ખર્ચે હયાત અને નવા ૨૭ પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરવાની તૈયારી શરૂ કરી છે.
કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ માટે અમદાવાદ યજમાન બન્યું છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સ્પોર્ટ્‌સ ફેસીલીટી ડેવલપ કરવાની કામગીરી થઈ રહી છે અને પરિણામે શહેરમાં મોટા પાયે સ્પોર્ટ્‌સ સુવિધા ઉભી કરાઈ છે જેના પગલે હવે અમદાવાદ આગામી દિવસો માં સ્પોર્ટ્‌સ સીટી બનશે.
અમદાવાદ કોમનવેલ્થ ગેમ માટે યજમાન બન્યું છે ત્યારે સ્માર્ટ સિટીમાં જરૂરી સ્પોર્ટ્‌સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની કામગીરી થઈ રહી છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં અમદાવાદ વિદેશના કોઈ શહેરની જેમ ચમકશે.. ૨૦૩૦ નું વર્ષ અમદાવાદ માટે ખાસ હશે કારણ કે દેશ.વિદેશના ખેલાડીઓ કોમનવેલ્થ માટે અમદાવાદ આવશે. શહેરમાં વિવિધ રમતોનું આયોજન થશે. મોટા પાયે ગેમ યોજવાની હોય ત્યારે સ્વાભાવિક રીતે મોટા પાયે સ્પોર્ટ્‌સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે. આ માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. હયાત સ્પોર્ટ કોમ્પ્લેક્સ ની વાત કરવામાં આવે તો શહેરમાં સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ.નવરંગપુરા સ્પોર્ટ્‌સ કામ્પ્લેક્સ જેવા બે મોટા કોમ્પ્લેક્સ..રિવરફ્રન્ટ ના બે સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ ખેલાડીઓને ઉપયોગી થઈ રહ્યા છે. તો આ સાથે પૂર્વમાં વસ્ત્રાલ વિસ્તારમાં પણ અદ્યતન સ્પોર્ટ કોમ્પ્લેક્સ તૈયાર કરવા આવી છે. જેનું આગામી સાત ડિસેમ્બરનાં રોજ ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ની વાત કરીએ તો પૂર્વમાં વસ્ત્રાલ વિસ્તારમાં એસપી રિંગ રોડ પર ૪૪,૭૬૪ ચોરસ મીટર જગ્યામાં નવું અદ્યતન સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે.
૧૧ સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્ષ પાછળ ૧૧૦૬ કરોડ ખર્ચનો અંદાજ
મનપા સંચાલિત વિવિધ વોર્ડમાં સ્પોર્ટ્‌સ એÂક્ટવિસ્ટ
જીમ્નેશિયમ- ૪૮
સ્કેટીંગ રિંક – ૦૬
સ્પો.સેન્ટર – ૦૫
ટેનિસ કોર્ટ – ૦૭
રિક્રિએશન સેન્ટર – ૦૫
ઝોન વાઈઝ પ્લે ગ્રાઉન્ડ ની સંખ્યા
પૂર્વ ઝોન – ૫
ઉત્તર પશ્ચિમ ઝોન – ૦૩
પશ્ચિમ ઝોન -૦૭
દક્ષિણ ઝોન – ૦૨
દક્ષિણ પશ્ચિમ ઝોન – ૦૩
ઉતર ઝોન – ૦૭
કુલ – ૨૭ પ્લે ગ્રાઉન્ડ , ખર્ચ ૨૯ કરોડનો અંદાજ
કોમનવેલ્થ ગેમ્સ ને કારણે અમદાવાદ માં સ્પોર્ટ્‌સ ની રુચિ વિધાર્થી હોય કે અન્ય તેના માં વધી છે .. ૧ હજાર કરોડ થી વધુ ના સ્પોર્ટ્‌સ સંકુલ બનવા જઈ રહ્યા છે.