સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા કોડીનાર સ્થિત સોમનાથ DLSS સ્કૂલ ખાતે પ્રતિભાશાળી ખેલાડીઓની શોધ માટે જિલ્લા કક્ષાના ટેલેન્ટ આઈડેન્ટીફિકેશન (બેટરી ટેસ્ટ) કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારના રમતગમત ક્ષેત્રે રૂચિ અને પ્રતિભા ધરાવતા બાળકોને શોધીને તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ ટેસ્ટમાં ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.