જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા મહિલાઓને તેમના કાનૂની હક્કો વિશે જાગૃત કરવા અને સુરક્ષિત કાર્યસ્થળ માટે માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી અંબુજા ફાઉન્ડેશન કોડીનાર ખાતે એક વિશેષ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી સોનલબેન રાઠોડ દ્વારા જાતિય સતામણી અંગેની કાયદાકીય જોગવાઈઓ, ‘જીરી ર્મ્ટ’ તેમજ આજના ટેક્નોલોજીના યુગમાં સોશિયલ મીડિયામાં છૈં ના ઉપયોગથી થતી જાતિય સતામણી અને તેના દુષ્પરિણામો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, કોડીનાર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના પેરાલીગલ વોલિન્ટર પ્રકાશભાઈ જે. મકવાણાએ કાયદાની વિવિધ કલમો અને મહિલાઓને મળતી મફત કાનૂની સહાય અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ સેમિનારમાં પ્રિન્સિપાલ માવજીભાઈ પરમાર, વિવિધ વિભાગોના કર્મચારીઓ તેમજ અંબુજા ફાઉન્ડેશનમાં તાલીમ લેતી વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.






































