બાબરા તાલુકાના કોટડાપીઠા-ઉંટવડ ગામ વચ્ચે આવેલા શીતળા માતાજીના મંદિરે તા. ૧૧-૧૧-૨૫ના રોજ ૨૪ કલાકના લીલુડા માંડવાનું આયોજન કરવામાં આવેલ છે. તે દિવસે સવારે થાંભલી રોપવાનું મુહૂર્ત, મહાપ્રસાદ સવારે ૧૧.૩૦ કલાકે અને સાંજે ૬ કલાકે રાખવામાં આવેલ છે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક જગ્યાના સંતો પધરામણી કરશે. ડાક ડમરુ અને પંચભુવા દ્વારા માતાજીની આરાધના કરાશે. ધર્મપ્રેમી જનતાને આ અવસરનો લાભ લેવા પૂજારી પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે.