ઠાકોર સમાજના બંધારણ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે નાત બહાર કરાયેલા કલાકાર ગબ્બર ઠાકોરે હાલ ફરી એક વખત મોટો ઘટસ્ફોટ કર્યો છે. કલાકાર ગબ્બર ઠાકોરે વીડિયો શેર કરીને અનેક મોટા દાવા કર્યા છે. સોમવારે પાટણમાં યોજાયેલી ઠાકોર સમાજની બંધારણ સભામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ખુલ્લી ઓફર અપાઈ હતી. સભામાં કહેવાયું કે, જો ગબ્બર ઠાકોર માફી માગશે તો સમાજ માફી આપવા વિચારશે.

તો નાત બહાર મુક્યા બાદ ગબ્બર ઠાકોર ઢીલા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. તેમણે વીડિયો જાહેર કરીને સમાજની માફી માંગવાની પણ તૈયારી બતાવી છે. સાથે જ ગબ્બર ઠાકોરે સમાજને વિનંતી કરી છે કે ગેનીબેન, અલ્પેશ ઠાકોર ભેગા થઈને પહેલાં નક્કી કરે. કારણ કે ગેનીબેન-અલ્પેશભાઈ ડ્ઢત્નને લઈને જ સ્પષ્ટ નથી. ઉપરાંત ગબ્બર ઠાકોરે વધુ એક ઘટસ્ફોટ કરતાં કહ્યું કે, “૫ જણાએ મારા વિરૂદ્ધ મોટું કાવતરું ઘડ્યું છે.”

આ મામલે વધુમાં સમાજ આગેવાન ચંદનજી ઠાકોરે જણાવ્યું કે, ‘હાલ આ વિવાદ શાંત થયો છે. ગઈકાલે કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર બંને ભાઈએ સમાજના આગેવાનોની એક બેઠક બોલાવી હતી, જેમાં લવિંગજી, કેશાજી, અમૃતજી અને બધા આગેવાનો હાજર રહ્યા હતા અને તે સમયે જાહેર સભામાં તેઓએ ભૂલ સ્વીકારી છે, હવે જાબડિયા ગામના આગેવાનના નિર્ણય બાદ આ વિવાદ સમેટાઈ જશે. જોકે બંધારણમાં જરૂરી ફેરફાર જણાઈ રહ્યા છે એ એક વર્ષ સુધી તો એમને એમ જ યથાવત રહેશે, જો જરૂર પડે તો આવતા વર્ષે ૪થી જાન્યુઆરી, ૨૦૨૭એ અમારા બંધારણના દિવસે તેમાં ફેરફાર કરીશું.

જ્યારે આ મામલે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કહ્યું કે, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર, બંને ભાઈ માફી માંગે તો સમાજ માફ કરશે. તેઓ સમાજના દીકરાઓ છે અને નાની મોટી ભૂલો સૌ કોઈથી થાય છે. જેથી તેઓને એક વર્ષ નાત બહાર કરાયાનો નિર્ણય પાછો ખેંચાઈ શકે છે. જ્યારે રહી વાત ઠાકોર સમાજના બંધારણમાં રાસગરબા-ડીજેના મુદ્દાની તો આ મામલે આગામી ૧૦ દિવસમાં અમે ચર્ચીશું. સાથે જ સમાજ આગેવાન લેબજી ઠાકોરે પણ ડ્ઢત્ન બંધનો નિર્ણય યથાવત્ રાખવાની વાતને સમર્થન આપ્યું હતું.