ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા કહે છે કે ઓસ્ટ્રેલિયા સામેની આગામી વનડે શ્રેણી માટે ટીમમાં સામેલ ન થવું તેમના માટે આશ્ચર્યજનક નથી. જાડેજાએ સ્પષ્ટતા કરી કે ટીમ મેનેજમેન્ટ દ્વારા તેમને આ નિર્ણયની અગાઉથી જાણ કરવામાં આવી હતી અને વાતચીત પારદર્શક હતી. આ સમય દરમિયાન, તેમણે ૨૦૨૭ ના વનડે વર્લ્ડ કપમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી.જાડેજા આ વર્ષે ડિસેમ્બરમાં ૩૭ વર્ષના થશે. ગયા વર્ષે ટી ૨૦ વર્લ્ડ કપ જીત્યા બાદ તેમણે ટી ૨૦ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જાકે, તેમણે જણાવ્યું હતું કે તેમનું આગામી લક્ષ્ય ૨૦૨૭ ના વનડે વર્લ્ડ કપમાં ભારત માટે રમવાનું અને દેશને ખિતાબ અપાવવાનું છે. વેસ્ટ ઇન્ડીઝ સામે ચાલી રહેલી દિલ્હી ટેસ્ટના બીજા દિવસની રમત સમાપ્ત થયા પછી, જાડેજાએ કહ્યું, “પસંદગી મારા હાથમાં નથી. હું ચોક્કસપણે રમવા માંગુ છું. ટીમ મેનેજમેન્ટ, પસંદગીકારો, કોચ અને કેપ્ટનની પોતાની વિચારસરણી છે. તેઓએ મારી સાથે વાત કરી, તેથી જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે મને આશ્ચર્ય થયું નહીં. તે સારું છે કે તેઓએ મારી પસંદગી ન કરવાનું કારણ સમજાવ્યું.”
જાડેજાએ આગળ કહ્યું, “જ્યારે પણ મને તક મળશે, ત્યારે હું વર્ષોથી જે રીતે પ્રદર્શન કરી રહ્યો છું તે રીતે પ્રદર્શન કરીશ.” જા મને આગામી વનડે અને વર્લ્ડ કપમાં રમવાની તક મળે અને સારું પ્રદર્શન કરું, તો તે ભારતીય ક્રિકેટ માટે સારું રહેશે. વર્લ્ડ કપ જીતવું એ દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે. ગઈ વખતે અમે ખૂબ નજીક આવ્યા હતા, અને આગલી વખતે અમે તે પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીશું.ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણી માટે ભારતની ટીમમાં પાંચ ફેરફારો કરવામાં આવ્યા છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે એ પણ સ્પષ્ટતા કરી કે જાડેજા હજુ પણ ટીમની વનડે યોજનાઓનો ભાગ છે. તેમણે કહ્યું, “જાડેજા એક શાનદાર ખેલાડી છે અને અમારી યોજનાઓમાં છે. ઓસ્ટ્રેલિયન પરિસ્થિતઓમાં બે ડાબા હાથના સ્પિનરરોને લઈ જવાનું શક્ય નહોતું. તેથી આ વખતે અમે વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવની પસંદગી કરી છે. તે ફક્ત ટીમ સંતુલનની વાત છે, તેનાથી વધુ કંઈ નહીં.”અત્યાર સુધી ૨૦૪ વનડે રમી ચૂકેલા જાડેજાના નામે ૨૩૧ વિકેટ અને ૨૮૦૬ રન છે. તે છેલ્લે ચેમ્પિયંસ ટ્રોફી ૨૦૨૫માં ભારત માટે રમતા જાવા મળ્યો હતો. હવે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૧૯, ૨૩ અને ૨૫ ઓક્ટોબરના રોજ ત્રણ વનડે મેચ રમાશે, ત્યારબાદ બંને ટીમો વચ્ચે પાંચ ટી-૨૦ મેચની શ્રેણી રમાશે.












































