પાલડી પોલીસે એક મોટું કૌભાંડ ઝડપ્યું છે જેમાં ઓટીપી જ વિના સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યો હતો. પોલીસે ૬ લોકોની ધરપકડ કરી છે. જા તમે કોઈપણ યુપીઆઈ વોલેટ વાપરો છો, તો ચેતજા. હવે સાયબર ક્રિમિનલ્સને તમારા બેંક એકાઉન્ટ ખાલી કરવા માટે ઓટીપીની પણ જરૂર નથી. અમદાવાદમાં ઓટીપી વિના એક વેપારીના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા. પોલીસ તપાસમાં આ ગેંગના ૬ સાગરીતોની ધરપકડ થઈ છે. ધરપકડમાં આરીફ મકરાણી, અશ્વીન પટેલ, સ્મિત ચાવડા, રાકેશ પ્રજાપતિ, જગદીશ પટેલ અને જસ્મીન ખંભાયતા સામેલ છે. આ તમામ આરોપીઓ સાયબર ક્રાઈમના ગુનામાં ઝડપાયા છે.
પાલડીમાં રહેતા વેપારીના ખાતામાંથી ૨૫ હજારનું ટ્રાન્ઝેક્શન થતાં પાલડી પોલીસે તપાસ હાથ ધરી. ત્રણ લેયરના બેંક એકાઉન્ટની તપાસ બાદ આ ગેંગ ઝડપાઈ. આ ગેંગ બેંકમાંથી રકમ કેશમાં રિસીવ કરતું અને પોતાનો કટ મેળવી આરોપીઓ સુધી પહોંચાડતું હતું. હાલ, પોલીસે ૩.૧૭ કરોડ રોકડા, ૧૫ મોબાઈલ, ત્રણ ચેક અને ૯ ચેકબુક સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને તપાસ ચાલુ રાખી છે.
પાલડી પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ગેંગે અત્યાર સુધીમાં કુલ ૨૯ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું છે. આ છેતરપિંડીમાં ૧૫ જેટલા રાજ્યોને સામેલ કરવામાં આવ્યા છે. દરેક બેંક એકાઉન્ટની તપાસ દરમિયાન ૫૧૮ જેટલી ફરિયાદો મળી આવી છે. છેતરપિંડીની તપાસમાં ૫૧૮ જેટલી ફરિયાદો સામે આવી છે જેમાં ૯ કરોડથી વધુની રકમ જમા કરવામાં આવી છે. ૨૯ કરોડથી વધુની છેતરપિંડી ૧૫ જેટલા રાજ્યોમાં થઈ છે. ઝડપાયેલા આરોપીઓ બેંકમાંથી રોકડા રૂપિયા મેળવતા હતા. પોલીસે વધુ પૂછપરછ કરી રહી છે કે આ ગેંગ અન્ય કઈ ગેંગ સાથે સંકળાયેલ છે અને રોકડા રૂપિયા કઈ રીતે ટ્રાન્સફર થતા હતા. પાલડી પોલીસે આ ગુનામાં ૩.૧૮ કરોડ રોકડા ઉપાડ્યા હોવાનું શોધી કાઢ્યું છે. છ આરોપીઓ પાસેથી ૩.૧૭ કરોડ, ૧૫ મોબાઈલ, ત્રણ ચેક અને ૯ ચેકબુક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ હવે આરોપીઓના અન્ય ગેંગના જાડાણ અંગે પણ તપાસ કરી રહી છે.
આ કેસમાં પાલડીમાં રહેતા એક વેપારીના ખાતામાંથી ૨૫ હજારનું ટ્રાન્ઝેક્શન થયું હતું, જાકે ઓટીપી વિના. પોલીસે ત્રણ લેયરના બેંક એકાઉન્ટની તપાસ કરીને આ ગેંગને પકડવામાં સફળતા મેળવી છે. પોલીસની વધુ પૂછપરછમાં ખુલ્યું છે કે, આ ગેંગના કામ માત્ર બેંકમાંથી રોકડા ઉપાડવાનું હતું. છેતરપિંડી કઈ રીતે કરવામાં આવી અને રોકડ કેવી રીતે ટ્રાન્સફર થાય છે, તે અંગે ચર્ચા ચાલી રહી છે.