બેટ દ્વારકામાં બ્રાહ્મણો અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચેનો વિવાદ વકર્યો. યજમાનો સાથે બ્રાહ્મણોને મંદિરમાં ન પ્રવેશવા સૂચના આપવામાં આવતા મંદિરના નિર્ણયનો બ્રાહ્મણોએ વિરોધ કર્યો. બ્રાહ્મણોએ કાળી પટ્ટી બાંધી રોષ વ્યક્ત કર્યો.
બેટ દ્વારકામાં બ્રાહ્મણો અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ વકર્યો. મંદિરમાં બ્રાહ્મણોના પ્રવેશ પર પ્રતિબંધથી બ્રાહ્મણોએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો. યજમાનો સાથે બ્રાહ્મણોને બેટ દ્વારકા મંદિરમાં ન પ્રવેશવાના મંદિરના ટ્રસ્ટીઓના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો. મંદિરના યજમાનો સાથે ન પ્રવેશવાના નિર્ણય સામે બ્રાહ્મણોએ રોષ વ્યક્ત કર્યો અને કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો. મંદિર ટ્રસ્ટ દ્વારા એવો નિર્ણય લેવાયો કે યજમાનો સાથે બ્રાહ્મણોએ બેટ દ્વારકા મંદિરમાં પ્રવેશવું નહીં.
પેઢી દર પેઢીથી મંદિરમાં યજમાનવૃત્તિ કરતા હોવાનો બ્રાહ્મણોએ દાવો કર્યો છે. બ્રાહ્મણોનું કહેવું છે કે મંદિરમાં યજમાન વૃત્તિ બ્રાહ્મણોનો અધિકાર છે. કાળી પટ્ટી બાંધીને વિરોધ વ્યકત કરીને તેમણે કહ્યું કે “યજમાનો સાથે મંદિર પ્રવેશ રોકવો એ બ્રાહ્મણોના અધિકાર પર રોક સમાન છે.” તીર્થ પુરોહિતના અધિકાર જા કોઈ છીનવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ તીર્થ પુરોહિતો દ્વારા આપવામાં આવી છે.
મંદિર સમિતિ બ્રાહ્મણોને વિધિ કરતા અટકાવતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. ત્યારે મંદિરના નિર્ણયથી તીર્થ પુરોહિતોની રોજીરોટી પર સંકટ સર્જાયું છે. અનેક બ્રાહ્મણ પરિવારો બેરોજગાર બન્યા હોવાનો આક્ષેપ પણ કર્યો. એવામાં બ્રાહ્મણોએ કાળી પટ્ટી બાંધી મંદિર બહાર મંદિર ટ્રસ્ટ સામે વિરોધ નોંધાવ્યો. સાથે જ તેમણે એવી ચમકી પણ આપી કે જા યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે.