ઉના શહેરના વેરાવળ રોડ પર આવેલા શ્રી વેદમાતા ગાયત્રી મંદિરમાં ૦૯ નવેમ્બર, ૨૦૨૫, રવિવારના રોજ ભવ્ય અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ૩૦ વર્ષ જૂની પરંપરા મુજબ, ગાયત્રી માતાજીને અંદાજિત ૧૦૦ જેટલી વિવિધ વાનગીઓ ધરાવતો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને ગાયત્રી ગરબી મંડળ દ્વારા દાતાઓના સહયોગથી આ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા સ્વહસ્તે તૈયાર કરાયેલી અવનવી વાનગીઓ માતાજીને અર્પણ કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.