ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી નાઘેર સોસાયટી તથા શ્યામ નગર વિસ્તારમાં કમોસમી વરસાદ થયો એને દસ દસ દિવસ થયા તેમ છતાં આ વિસ્તારમાં વસતા લોકો કમોસમી વરસાદથી ભરાયેલા પાણીથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રસ્તાઓ પાણીની અંદર છે તો કેટલાક વિસ્તારોમાં હજુ પણ ગોઠણડૂબ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે લોકોને ઘરમાં જવા માટે ફરજિયાત ગોઠણડૂબ પાણીમાંથી પસાર થવું પડે છે. તો નાઘેર સોસાયટીમાં પણ રસ્તા ઉપર પાણી હાલમાં પણ ભરાયેલા છે લોકોને વાહનો ચલાવવા અને પગપાળા ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. શ્યામ નગર વિસ્તારમાં આડેધડ પેવર બ્લોક પાથરવાના કારણે આજે પણ પાણી ભરાયેલા હોય લોકો આ ભરાયેલા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે.