દિલ્હી ખાતે પંડિત જવાહરલાલ નહેરુના નામે એક યુનિવર્સિટી આવેલી છે. યુનિવર્સિટીની સ્થાપના સન ૧૯૬૯માં સંસદ દ્વારા એક અધિનિયમ પસાર કરીને કરવામાં આવી હતી. દક્ષિણી નવીદિલ્હીમાં લગભગ ૧૦૨૦ એકરનો વિશાળ વિસ્તાર ધરાવે છે. ટેક્ષ ભરતા ભારતના નાગરિકોના પૈસામાંથી દર વર્ષે કરોડો રૂપિયાની સબસિડી આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવે છે. સારાનરસા બંને આયામોથી ખુબ ચર્ચિત છે. ત્યાંથી ઘણી મેધાવી પ્રતિભાઓ નીકળી છે. જે આજે વિશ્વમાં પોતાના જ્ઞાનના પ્રકાશથી અજવાળા કરી રહી છે. હાલના નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશમંત્રી જયશંકર, કાંગ્રેસના જયરામ રમેશ, સીપીએમના સીતારામ યેચુરી, નોબલ સન્માનિત અભિજિત બેનરજી તથા અરવિંદ ગુપ્તા, વગેરે આ યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. એવું કહેવાય છે કે આ યુનિવર્સિટી વામપંથી વિચારધારાની પોષક રહી છે. વૈચારિક લડાઈના નામે આ યુનિવર્સિટીના અમુક દેશદ્રોહીઓ વિદ્યાર્થીઓ વર્ષોથી દેશની છાતી પર સાપની જેમ આળોટી રહ્યા છે. આ યુનિવર્સિટીમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે દેશદ્રોહી તત્વો દેશવિરોધી નારાઓ દ્વારા પોતાનું ઝેર વારેવારે ઓકી રહ્યા છે. દેશના ટુકડા કરવાથી લઈને વડાપ્રધાનની કબર ખોદવાના નારાઓ હાથમાં ડફલી લઈને ગાતા સરકારની સબસિડીથી અભ્યાસ કરતા આધેડવયના બૌદ્ધિક દરિદ્રતા અને શારીરિક નપુંસકતાનો શિકાર આ યુનિવર્સિટીમાં હોવા હવે સામાન્ય બાબત છે. દેશની એકમાત્ર યુનિવર્સિટી છે જ્યાં અમુક વિદ્યાર્થીઓને આતંકવાદીઓ, નકસલવાદીઓ, માઓવાદીઓ કે કોઈપણ દેશવિરોધી કટ્ટરવાદી તત્વોની ફિકર રહે છે. અહી પાકિસ્તાનના સમર્થનમાં નારાઓ લાગે છે, દેશના ટુકડા કરવાના નારાઓ લાગે છે, વડાપ્રધાનની કબર ખોદવાના નારાઓ લાગે છે, સંસદ પર હુમલાના માસ્ટર માઈન્ડ અફઝલ ગુરુના સમર્થનમાં નારાઓ લાગે છે, દિલ્હી દંગાના માસ્ટર માઈન્ડ ઉમર ખાલીદના જામીન દેશની સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા નકારવામાં આવે છે અને વડાપ્રધાન તેમજ ગૃહમંત્રીની કબર ખોદવાના નારાઓ લાગે છે, આર.એસ.એસ. વિરુદ્ધ, ભાજપ વિરુદ્ધ નારાઓ લાગે છે. જેના સમર્થનમાં અને જેની વિરુદ્ધમાં આ યુનિવર્સિટીમાં નારાઓ લાગે છે, એ નારાઓ અલગ અલગ હોય છે, પરંતુ નારાનો સૂર એક જ છે, દેશના ટુકડા કરવા. વિદેશી ફંડિંગથી દેશને તોડવામાં મનસૂબા ધરાવતા પોતાના રાજકીય સ્પોન્સરોના ઈશારા પર દેશને અસ્થિરતા તરફ ધકેલવો. ૨૧ વર્ષની ઉમરે આ યુનિવર્સિટીમાં એડમિશન લેતા અને આધેડવય સુધી ત્યાં કોઈને કોઈ અભ્યાસક્રમની ઓથ લઈને પ્રજાના ટેક્ષમાંથી અપાતી સબસિડીથી ચાલતી હોસ્ટેલોમાં પડ્યા પાથર્યા રહેતા અમુક હરામખોર વિદ્યાર્થીઓ ચોક્કસ રાજકીય પક્ષના ધૂર્ત એજન્ટો છે, જેને દેશવિરોધી એજન્ડા ચલાવવા માટે લાંબા સમય સુધી ત્યાં રહેવા દેવામાં આવે છે. સવાલ એ છે કે દેશની આ એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જ કેમ દેશની સતત ચિંતા થઇ રહી છે ? દિલ્હી દંગાના આરોપી માટે ન્યુયોર્કનો મેયર વેશ્યાના દલાલની જેમ કેમ બજારમાં ઉતરી જાય છે ? ભારતની જનતાએ આખી ઇકો સિસ્ટમ સમજવાનો સમય આવી ગયો છે. યુનિવર્સિટીની અંદર રહેલા આ કોંક્રોચ પોતાની ગટરમાંથી બહાર આવીને દેશના અન્ય ભાગમાં ગંદકી ફેલાવે એ પહેલા તેના પર કાલાહીટ મારી દેવાનો સમય હવે પાકી ચુક્યો છે. આ સડો સમાજમાં ફેલાય એ પહેલા તેના પર તેઝાબનો છંટકાવ કરીને મૂળમાંથી નાશ કરવો હવે જરૂરી બન્યો છે. દેશની કોઈ યુનિવર્સિટીનો વિદ્યાર્થી દેશના વડાપ્રધાનની કબર ખોદવાના સ્વપ્નો જોઈ શકે, નારાઓ લગાવી શકે એટલી આઝાદી ભોગવી રહ્યો છે, દેશનો એક અધકચરો, હિનવીર્ય નેતા દેશના વડાપ્રધાનને અમેરિકન પ્રમુખ બંદીવાન બનાવીને લઇ જાય એવી મંશા સેવી રહ્યો છે, અને દેશનો એક નપુંસક બૌદ્ધિક વર્ગ ટીવી પર તાબોટા પાડીને ગળું ફાડી રહ્યો છે કે દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા ખતમ થઇ ગઈ છે. આ સમયે જો સરકાર દ્વારા આવા તત્વોને ઉગતા ડામી દેવા કોઈ પગલાઓ ઉઠાવવામાં નહિ આવે તો સરકારની મંશાઓ પર પણ શંકા ઉભી થઇ શકે છે. ભૂતકાળમાં આ લોકોને સમર્થન આપવા યુનિવર્સિટી કેમ્પસમાં દોડી ગયેલા બુદ્ધિહીન નેતાઓ અને સસ્તી પ્રસિદ્ધિ ભૂખ્યા ફિલ્મી નટનટીઓને પ્રજાએ સબક શીખડાવી દીધો છે. હવે સરકારનો વારો છે કે એકવાર એવો સબક શીખવવામાં આવે જે એ યુનિવર્સિટીમાં આવા મનસૂબાથી એડમિશન લેતા વિદ્યાર્થી માટે બોધપાઠ બની જાય. બક્ષીએ લખ્યું હતું કે હિન્દુસ્તાનમાં ગદ્દારીની ફેશન અને ભાષા બદલાયા છે, પણ ગદારી જીવે છે, પનપી રહી છે. ભારતમાં વિપક્ષોની પ્રતિકાર કરવાની શક્તિનો હ્રાસ થઇ રહ્યો છે અને એ એમના દ્વારા ચલાવવામાં આવી રહી આખી ઇકો સિસ્ટમમાં દેખાઈ રહ્યો છે. આ હ્રાસ વ્યક્તિ વિરોધમાંથી દેશ વિરોધમાં પલટાઈ ચુક્યો છે. જે દંગામાં ૫૩ નિર્દોષોના લોહી રેડાઈ ગયા હતા, જે આતંકવાદી માનસિકતા એક ચીકનનેક નામના વિસ્તાર પર કબજો કરીને દેશના એક ભાગને દેશથી અલગ પાડી દેવા આહ્વાન કરે છે, જે દેશની સંસદ પર હુમલો કરાવવામાં સામેલ છે, તેનું સમર્થન કરવું ચોખ્ખો દેશદ્રોહ છે. આ વિદ્યાર્થીઓની તરફેણમાં દલીલ કરતી દરેક વ્યક્તિ દેશદ્રોહી છે. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીએ ફિલીસ્તીનનું સમર્થન કરવા બદલ ૮૦ વિદ્યાર્થીઓને કાઢી મુક્યા હતા અને કેટલાય વિદ્યાર્થીઓની ડિગ્રીઓ રદ્દ કરી દેવામાં આવી હતી. હાર્વર્ડ જેવી યુનિવર્સિટીએ પણ કેટલાય આવા ફિલીસ્તીન સમર્થક વિદ્યાર્થીઓના ગ્રેજ્યુએશન સમાપ્ત કરી દીધા હતા. અમેરિકન સરકારે ૩૦૦થી વધુ આવા વિદ્યાર્થીઓના વિઝા રદ્દ કરીને પોતપોતાના દેશમાં પાછા ધકેલી દીધા હતા. આવા પ્રદર્શન થતા હતા એ યુનિવર્સિટીઓની લાખો ડોલરની ગ્રાન્ટ અમેરિકન સરકાર દ્વારા અટકાવી દેવામાં આવી. કુલપતિઓ અને શિક્ષકો સામે પગલા ભરવામાં આવ્યા. અમેરિકા દ્વારા આ બધું માત્ર પારકા દેશ ઇઝરાયેલનો વિરોધ કરવા બદલ કરવામાં આવ્યું. જયારે ભારતમાં તો આ હરામખોરો ભારતને જ અસ્થિર કરવાની દેશદ્રોહી પ્રવૃત્તિઓમાં રત છે. બચાવનું કોઈ કારણ નથી. ક્વિક નોટ – “…. અને આપણા ઇતિહાસમાં એ નાનો માણસ સતત આવતો રહે છે. એ નાનો માણસ, જે સ્વયંને દેશ કે જાતિ કરતા મોટો સમજે છે, એ નાનો માણસ, કુટિલ, બેવફા, દગાબાઝ, ગદ્દાર, ધૂર્ત, ડબલસ્પીકનો બેશરમ સોદાગર, નેતિહાસનો દલાલ, લાલચ અને લાલસામાં અંધ નમકહરામ, સમજદાર નપુંસક કાયર, દ્રોહીઓની અનૌરસ ઓલાદ. એ નાના માણસનું નામ અમીચંદ છે, અને મીર ઝાફર છે…..” – ચંદ્રકાંત બક્ષી. આજે અમીચંદ અને મીરઝાફરની જગ્યાએ બીજા નામ આવી ગયા છે, જે દેશનો સામાન્ય માણસ પણ ધારી શકે છે.










































