કોક્રોચ જનતા પાર્ટીના નેતાઓ સૌરભ દાસ અને આશુતોષ રંકા માટે જામીન સુનાવણી દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી આપવા બદલ દિલ્હી પોલીસે રવિવારે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ નોન-કોગ્નિઝેબલ રિપોર્ટ દાખલ કર્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઘટના સીજેપી દ્વારા તેમના બે નેતાઓની મુક્તિમાં વિલંબ થઈ રહ્યો હોવાના આરોપો વચ્ચે આવી છે. સીજેપીઁનો આરોપ છે કે જામીન સંબંધિત ચાર જામીનદારોની ગેરંટી અસ્પષ્ટ કારણોસર ફગાવી દેવામાં આવી છે.જામીન સુનાવણીમાં કથિત વિલંબનો ઉલ્લેખ કરતા, સીજેપીના કાનૂની સેલના વડા રત્ના સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. પોતાની પોસ્ટમાં, તેમણે જણાવ્યું હતું કે તેઓ સવારે ૧૧ વાગ્યાથી પોલીસ સ્ટેશનમાં હાજર હતા, જ્યારે સુનાવણી બપોરે ૧૨ વાગ્યા માટે નક્કી કરવામાં આવી હતી, પરંતુ સહાયક પોલીસ કમિશનર ૪ઃ૪૨ વાગ્યા સુધી મંદિર માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા ન હતા. સૌરભ દાસ અને આશુતોષ રંકાને ૧૪ ઓક્ટોબરના રોજ પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તેઓ જંતર-મંતરના બંધ દરવાજા કૂદીને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ્યા હતા, જે સ્થળ વિરોધ પ્રદર્શન માટે નિયુક્ત સ્થળોની સૂચિમાંથી દૂર કરવામાં આવ્યું છે.
રત્ના સિંહે દાવો કર્યો હતો કે મેજિસ્ટ્રેટે પાછળથી તેમને કહ્યું હતું કે કોઈ તેમને ધમકી આપી રહ્યું છે. તેણીએ કહ્યું, “સરકારી વકીલ ચાર દિવસ સુધી આવ્યા ન હતા. જ્યારે તેઓ પાંચમા દિવસે આવ્યા ત્યારે પણ, તેઓ કેસની ચર્ચા કરવા માંગતા ન હતા. તેઓ કોઈને મુક્ત કરવા માંગતા ન હતા.” તેણીએ ઉમેર્યું, “સ્પેશિયલ એક્ઝિક્યુંટિવ મેજિસ્ટ્રેટએ તેમને કહ્યું કે કોઈએ તેમને ધમકીભર્યો સંદેશ મોકલ્યો છે. અમારા વકીલોએ કહ્યું, ‘જા કોઈએ તમને ધમકી આપી હોય, તો તેમની સામે કાર્યવાહી કરો. ઓર્ડરમાં તેમનો નંબર દાખલ કરો અને તેમનું નામ જણાવો.'”સીજેપી નેતાઓની જામીન સુનાવણીનો ઉલ્લેખ કરતા, રત્ના સિંહે કહ્યું, “અમારા વકીલોએ તેમની દલીલોનો વિરોધ કર્યો. તેમણે કહ્યું, ‘તમારે ધમકીભર્યો સંદેશ મોકલનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવી જાઈએ. તમે આ કેસ કેમ સાંભળતા નથી?'” આ આરોપોનો પોલીસ તરફથી કોઈ જવાબ મળ્યો નથી.