બિહાર મતદાર યાદી સઘન સુધારણા કેસમાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આધાર મતદાર યાદી માટે માન્ય ઓળખ કાર્ડ છે, પરંતુ તેને નાગરિકતાના પુરાવા તરીકે ગણી શકાય નહીં. સોમવારે, બિહાર મતદાર યાદી સઘન સુધારણા કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આધાર કાર્ડને ૧૨મા દસ્તાવેજ તરીકે ગણવાનો નિર્દેશ આપ્યો જેથી મતદારો પણ મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરવા માટે આધાર કાર્ડ રજૂ કરી શકે.ચૂંટણી પંચે પહેલાથી જ ૧૧ દસ્તાવેજાની યાદી બહાર પાડી છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે કયા મતદારો મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરી શકે છે. અગાઉ આ દસ્તાવેજામાં આધાર કાર્ડનો સમાવેશ થતો ન હતો, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને ૧૨મા દસ્તાવેજ તરીકે ગણવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને તેના તમામ અધિકારીઓને સૂચનાઓ જારી કરવા પણ કહ્યું છે જેથી આધાર કાર્ડ સ્વીકારી શકાય. જાકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આધાર કાર્ડને નાગરિકતાના પુરાવા તરીકે ગણી શકાય નહીં.ચૂંટણી પંચને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચને આધાર કાર્ડની માન્યતા તપાસવાનો સંપૂર્ણ અધિકાર રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ‘માત્ર વાસ્તવિક નાગરિકોને જ મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે, જે લોકો નકલી દસ્તાવેજાના આધારે વાસ્તવિક હોવાનો દાવો કરે છે તેમને મતદાર યાદીમાંથી બાકાત રાખવા જાઈએ.’ સુપ્રીમ કોર્ટે કહ્યું કે ‘કોઈ પણ એવું ઇચ્છતું નથી કે ચૂંટણી પંચ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને મતદાર યાદીમાં સામેલ કરે.’ચૂંટણી પંચ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ રજૂઆત કરી હતી કે આધાર કાર્ડને નાગરિકતાના પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં. આના પર, ન્યાયાધીશ બાગચીએ એ પણ સ્પષ્ટ કર્યું કે પાસપોર્ટ અને જન્મ પ્રમાણપત્ર સિવાય, ચૂંટણી પંચ દ્વારા સૂચિબદ્ધ ૧૧ દસ્તાવેજાને પણ નાગરિકતાના પુરાવા તરીકે ગણવામાં આવશે નહીં.ચૂંટણી પંચે આ દસ્તાવેજાને માન્યતા આપી છેઃ ૧. કેન્દ્ર, રાજ્ય સરકાર અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં કામ કરતા કર્મચારીઓના ઓળખ કાર્ડ, પેન્શન ચુકવણીના આદેશો,૨. ૧ જુલાઈ, ૧૯૮૭ પહેલા સરકાર, સ્થાનિક સત્તામંડળ, બેંક, પોસ્ટ ઓફિસ, એલઆઇસી અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ, દસ્તાવેજા,૩. સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર,૪. પાસપોર્ટ,૫. માન્ય બોર્ડ, યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક્યુલેશન અને અન્ય શૈક્ષણિક પ્રમાણપત્રો,૬. કાયમી રહેઠાણ પ્રમાણપત્ર,૭. વન અધિકાર પ્રમાણપત્ર,૮. સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ ઓબીસી,એસસી એસટી જાતિ પ્રમાણપત્ર,૯. રાષ્ટ્રિય નાગરિક રજિસ્ટર (જ્યાં ઉપલબ્ધ હોય)૧૦. રાજ્ય/સ્થાનિક સત્તામંડળ દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર,૧૧. સરકારનું કોઈપણ જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર,રાજદ અને અન્ય અરજદારોએ માંગ કરી હતી કે આધાર કાર્ડ બતાવીને લોકોને મતદાર યાદીમાં સામેલ કરવા જાઈએ. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જાયમલ્યા બાગચીની બેન્ચે આ અરજીઓ પર આદેશ જારી કર્યો હતો. આરજેડી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશો છતાં, બૂથ લેવલ અધિકારીઓ આધાર કાર્ડ સ્વીકારી રહ્યા નથી. સિબ્બલે કહ્યું કે ચૂંટણી પંચે આ સંદર્ભમાં તેના અધિકારીઓને કોઈ સૂચનાઓ જારી કરી નથી.