શહેરમાં ‘સર તન સે જુદા..’ કરી દેવાનો ઓડિયો-વીડિયો વાયરલ કરીને કેટલાક શખ્સોએ સુલેહ શાંતિનો ભંગ કરવાનું કૃત્ય આચર્યું હતું. આ ચકચારી ઘટનાને પોલીસ તંત્રએ ગંભીરતાથી લઈ જાતે ફરિયાદી બનીને તપાસ શરૂ કરી હતી  અને વિવાદાસ્પદ નારા સંભળાતા આ વીડિયોની તપાસ કરતી હતી. ત્યારે વાયરલ વીડિયોમાં કેટલાક શખ્સો વિચિત્ર ઝંડાઓ સાથે નજરે પડી રહ્યા હતા. આ વીડિયોની ઊંડાણપૂર્વક તપાસ કરી પોલીસે સાત શખસો સામે ગુનો નોંધી તેને ઝડપી પાડ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આપેલ માહિતી અનુસાર, આ વાયરલ વીડિયો જામનગર શહેરમાં ગત ઈદે મિલાદ તહેવાર દરમિયાન દરબારગઢ વિસ્તારમાંથી મુસ્લિમમોનું એક ઝુલુસ નીકળ્યું તે સમયનો છે, જેમાં દરબારગઢ સર્કલ તેમજ બર્ધન ચોકના અમુક ઇસમો અલગ-અલગ ડિઝાઈનના ઝંડા લઈ ફરકાવતા જાવામાં આવ્યા હતા, અને ‘અલ્લા હુ અકબર’ તથા ‘સર તન સે જુદા’ ના નારા લગાવતા હતા. વીડિયોમાં એક શખસ ઉપર લીલા કલરનો અને નીચે સફેદ કલરનો ઝંડા સાથે જનૂની નારા સંભળાતા હતા. આ લોકોએ ઓડિયો-વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી કોમી વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય આચર્યું હતું.આવા કૃત્યથી જુદા જુદા અન્ય સમાજમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ થવાની સંભાવના હોવાથી, પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને વીડિયોની ખરાઈ કરી હતી. જેનું બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ સુલેહ ભંગ થતો હોવાના અનુમાનના આધારે દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઈ વી. આર. ગામેતી ખુદ ફરિયાદી બન્યા હતા, અને વીડિયોમાં સ્પષ્ટ પણે દેખાતા સાત આરોપીઓ સામે તેમજ તપાસ ખૂલે તેની સામે ફરિયાદ નોંધાવી હતી.આ નારેબાજી કરનારા વીડિયોમાં સામે આવેલા શખ્સોની ઓખળ મોહસીનખાન સલીમખાનુ પઠાણ, બિલાલ હાસમભાઈ નોંયડા, ઈમરાન સીદીકભાઈ કુરેશી. હારુનભાઈ કુરેશી, સાહિલ નોયડા, અલ્તાફ શેખ, સાહિલ કુરેશી અને યુનુસ બહાઉદિનભાઈ બેલીમ તરીકે થઈ છે. આ તમામ આરોપીઓની શોધખોળ કરી ૭ શખ્સોને ઝડપી લીધા હતા અને ચીફ જ્યુડિશિલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કર્યા હતા અને કોર્ટે સાતેય લોકોના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.વધુમાં આ વીડિયો અંગે હજુ પણ તપાસ ચાલું જ છે અને આગામી સમયમાં અન્ય શખ્સોના નામ ખુલ્લે તો તેઓ સામે પણ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવી માહિતી જામનગર શહેર ડ્ઢઅજp જયવીરસિંહ ઝાલાએ આપી છે.