નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ મંગળવારે કહ્યું કે તેમની પાર્ટીએ ભારત માટે ગોળીઓ ખાધી છે અને જરૂર પડ્યે ફરીથી તેમનો સામનો કરવા તૈયાર છે. તેમણે ભાજપના આરોપોને નકારી કાઢ્યા કે નેશનલ કોન્ફરન્સ આ ક્ષેત્રમાં પથ્થરમારો અને આતંકવાદને પ્રોત્સાહન આપવા માંગે છે.
અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરના પુનઃવિભાજનની માંગણીઓને મૂર્ખતા અને અજ્ઞાની ગણાવી. તેમણે આશા વ્યક્ત કરી કે ૨૦૧૯ માં અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનેલ લદ્દાખ ભવિષ્યમાં રાજ્યમાં ફરી એક થઈ શકે છે.
તેમણે જમ્મુ અને કાશ્મીરમાં નવા જિલ્લાઓ બનાવવાની શક્્યતાને પણ ફગાવી દીધી. તેમણે પીર પંજાલ અને ચિનાબ ખીણો માટે અલગ વહીવટી વિભાગોની માંગને ડિક્સન યોજનાના ભાગ રૂપે વર્ણવી, જે ૧૯૫૦ માં ભારત-પાકિસ્તાન વિવાદને ઉકેલવા માટે ઘડવામાં આવી હતી.
ભાજપ નેતાઓના આરોપોનો જવાબ આપતા, અબ્દુલ્લાએ કહ્યું, “જે લોકો મુશ્કેલી ઊભી કરવા માંગે છે તેઓ જ આ કરી રહ્યા છે, અમે નહીં. અમે ભારત સાથે રહેવા માટે ગોળીઓ લીધી અને જા જરૂર પડશે તો ફરીથી ગોળીઓ લઈશું.”
લદ્દાખ વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, “અમે ક્્યારેય લદ્દાખને અલગ કરવાનું વિચાર્યું નથી. આજે, ત્યાંના લોકો પણ ઇચ્છે છે કે લદ્દાખને રાજ્યમાં ફરીથી એકીકૃત કરવામાં આવે. આ બાબતો મૂર્ખતા અને અજ્ઞાની છે.”
પાર્ટી સંમેલનમાં, તેમણે પીડીપીના વડા મહેબૂબા મુફ્તીની પીર પંજાલ અને ચિનાબ ખીણો માટે અલગ વહીવટી વિભાગો અને વધુ જિલ્લાઓની માંગની ટીકા કરી, તેને ડિક્સન યોજના સાથે જાડી દીધી. બેરોજગારી અંગે મુફ્તીના આરોપોનો જવાબ આપતા તેમણે કહ્યું કે બીજાઓની ટીકા કરવી સહેલી છે, પરંતુ પોતાની જવાબદારીઓને અવગણવી યોગ્ય નથી.
અબ્દુલ્લાએ ગાઝામાં કાયમી શાંતિ સ્થાપિત કરવા માટે ‘બોર્ડ ઓફ પીસ’માં જાડાવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકન રાષ્ટ્રપતિ  ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે બંને નેતાઓ વચ્ચે લાંબા સમયથી ચાલતો સંબંધ છે જે ભવિષ્યમાં ફરીથી મજબૂત બનશે.
પાકિસ્તાન સાથે વાતચીતના પ્રશ્ન અંગે તેમણે મીડિયા પર પાકિસ્તાન-ફોબિયા ફેલાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે પડોશી દેશોને બદલી શકાતા નથી.