ભારતે એવા દાવાઓને નકારી કાઢ્યા છે કે અમેરિકા ઈરાન પર હુમલો કરવા માટે ભારતીય બંદરોનો ઉપયોગ કરી રહ્યું છે. ભારતે આ આરોપોને “પાયાવિહોણા અને બનાવટી” ગણાવ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયનો આ જવાબ અમેરિકન ન્યૂઝ ચેનલ વન અમેરિકા ન્યૂઝ નેટવર્ક સાથેના એક ઇન્ટરવ્યુમાં ભૂતપૂર્વ યુએસ આર્મી કર્નલ ડગ્લાસ મેકગ્રેગરે જણાવ્યું હતું કે ઈરાન-યુએસ સંઘર્ષમાં ઈરાન પર હુમલો કરવા માટે યુએસ નેવી ભારતીય નૌકાદળના થાણાઓ પર આધાર રાખે છે.
આ ઇન્ટરવ્યુમાં, ડગ્લાસ મેકગ્રેગરે દાવો કર્યો હતો કે યુએસ નેવીના માળખાને ભારે નુકસાન થયું છે, જેના કારણે તેને ભારતીય બંદરો પર આધાર રાખવાની ફરજ પડી છે. તેમણે કહ્યું, “અમારા લગભગ બધા જ થાણા નાશ પામ્યા છે. અમારી બંદર સુવિધાઓ પણ નાશ પામી છે. તેથી, અમને ભારત અને ભારતીય બંદરો પર આધાર રાખવાની ફરજ પડી છે, જે આદર્શ પરિસ્થિતિ નથી; પરંતુ નૌકાદળ એવું કહે છે.”
જાકે, આ દાવાઓને રદિયો આપતા, ભારતીય વિદેશ મંત્રાલયના સત્તાવાર તથ્ય-ચકાસણી એકમે ઓએએનએમ પર ફરતા સમાચારને “બનાવટી અને ખોટા” ગણાવ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં, મંત્રાલયે લોકોને ભારતની ભૂમિકા વિશે “પાયાવિહોણા અને બનાવટી” નિવેદનો ફેલાવવાથી સાવધ રહેવાની સલાહ આપી.
હકીકતમાં, ૨૮ ફેબ્રુઆરીના રોજ, અમેરિકા અને ઈઝરાયલે ઈરાન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી. આ કાર્યવાહીમાં ઈરાનના નેતૃત્વ, મિસાઈલ ભંડારો અને પરમાણુ કાર્યક્રમને નિશાન બનાવવામાં આવ્યો હતો. એવો પણ સંકેત આપવામાં આવ્યો હતો કે ઈરાની સરકારને ઉથલાવી દેવી પણ આ કાર્યવાહીનું લક્ષ્ય હોઈ શકે છે. જા કે, યુદ્ધના ઉદ્દેશ્યો અને સમયમર્યાદા સતત બદલાતી રહે છે, જે લાંબા સમય સુધી સંઘર્ષ તરફ દોરી શકે છે.








































