તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જીએ શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દેશના “સૌથી નિષ્ફળ ગૃહમંત્રી” કહ્યા, તેમના પર આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ જવાનો અને રાજકીય વિરોધીઓને દોષી ઠેરવવાનો આરોપ લગાવ્યો. કોલકાતા એરપોર્ટ પર બોલતા, અભિષેક બેનર્જીએ કહ્યું કે શાહ જેવા નેતાઓ ફક્ત “પ્રવાસીઓ” છે જે ચૂંટણી દરમિયાન રાજ્યમાં આવે છે, મોટા વચનો આપે છે અને પછી બધું ભૂલી જાય છે.
આનંદપુર આગમાં થયેલા મૃત્યુ માટે મમતા બેનર્જી સરકારને દોષી ઠેરવવાના અમિત શાહના આરોપો વિશે પૂછવામાં આવતા, બેનર્જીએ કહ્યું, “શાહ જેવા ભાજપના નેતાઓ મૃતદેહો પર રાજકારણ રમી રહ્યા છે અને ગીધ જેવું વર્તન કરી રહ્યા છે.”
તેમણે પૂછ્યું, “શું ભાજપ શાસિત ગોવામાં નાઈટક્લબમાં લાગેલી આગમાં થયેલા મૃત્યુ માટે અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવવા જાઈએ?” “મધ્યપ્રદેશમાં દૂષિત પાણીની સમસ્યા માટે કોણ જવાબદાર છે?” “રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂમાં ૧૪૦ થી વધુ લોકોના મૃત્યુ માટે કોણ જવાબદાર છે?” નોટબંધી દરમિયાન લાંબી લાઈનોમાં ઊભા રહેવાથી થયેલા મૃત્યુ માટે કોણ જવાબદાર છે?
અભિષેક બેનર્જીએ અમિત શાહને ભારતના સૌથી નિષ્ફળ અને નકલી ગૃહમંત્રી ગણાવ્યા. તેમણે કહ્યું કે, જા તેઓ ઘૂસણખોરી વિશે વાત કરે છે, તો તેમણે જવાબદારી લેવી જાઈએ, કારણ કે સરહદની રક્ષા કરતી મ્જીહ્લ ગૃહમંત્રીના હાથ નીચે છે. બેનર્જીએ શાહ પર વિભાજન અને નફરતનું રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનું રાજકારણ ન કરવું જાઈએ.
બેનર્જીએ માહિતી આપી કે મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્હી જશે અને ૨ ફેબ્રુઆરીએ ચૂંટણી પંચને મળવા માટે એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું, “અમને સાંજે ૪ વાગ્યે બેઠક માટે એપોઇન્ટમેન્ટ આપવામાં આવી છે.”








































