અમરેલી શહેરમાં સામાન્ય બાબતે બે શખ્સોએ એક યુવકને ફોન પર ગંભીર ધમકીઓ આપી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. કામ અટકાવવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈ શખ્સોએ ટાંટિયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેના મોબાઈલ નંબર પર આરોપીઓએ વારાફરતી ફોન કર્યા હતા. આરોપીએ તેને પૂછ્યું હતું કે, તું કેમ મારું કામ અટકાવે છે? તેમ કહી અચાનક ઉશ્કેરાઈ જઈ બિભત્સ ગાળો ભાંડી હતી. ત્યારબાદ બીજા આરોપી ફોન કરીને તેમને ડરાવતા કહ્યું હતું કે,તારે ટાંટિયા ભાંગવા લાગે છે. બંને આરોપીઓએ તેમને ફોન પર જ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી આર વાળા વધુ તપાસ કરી રહ્યા છે.