અમરેલી શહેરની સિદ્ધિવિનાયક સોસાયટીમાં આવેલ શ્રી ગણપતિ મંદિરે દર શનિવારે યોજાતા હનુમાન ચાલીસા કેન્દ્ર અંતર્ગત ભક્તિમય વાતાવરણમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડા. જી.જે. ગજેરા તથા એડવોકેટ દડુભાઇ ખાચર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવેલ કે, સમૂહમાં કરવામાં આવતું હનુમાન ચાલીસાનું પઠન સમાજમાં ભક્તિ, શાંતિ, સંગઠન, એકતા અને સકારાત્મક ઊર્જા પ્રસારે છે. કાર્યક્રમની પૂર્ણાહુતિએ પ્રસાદીનું આયોજન દિનેશભાઇ અને વિરેનભાઈ માંડલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગણપતિ મંદિર તરફથી આઈસક્રીમ પ્રસાદીનું પણ આયોજન લલિતભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. સોસાયટીના સભ્ય પ્રા. એમ.એમ. પટેલ, ટોમભાઈ અગ્રાવત, હરેશભાઇ પંચોલી, ભરતભાઈ ટી. પટેલ, રણછોડભાઈ રાઠોડ, આર.ડી. ઝાલા, અરવિંદભાઇ સોલંકી, દિનેશભાઇ માંડલીયા, રુચિતભાઈ પટેલ, વિરેનભાઈ માંડલીયા, ભટ્ટભાઇ, કલ્યાણભાઈ દુધરેજીયા, આકાશભાઈ અગ્રાવત વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.