અમરેલી જિલ્લાના ધારી દલખાણીયા રોડનું સીલકોટ મટિરિયલથી અને રોલિંગ દ્વારા સમારકામ કરવામાં આવી રહ્યું છે, હાલ આશરે ૧૩ કિલોમીટર લાંબા આ રોડની ૪૦ ટકા મરામત કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સંદર્ભમાં ધારી માર્ગ અને મકાન (રાજ્ય) પેટા વિભાગના નાયબ કાર્યપાલક હિરેન સોલંકીએ જણાવ્યું કે, હાલમાં અમરેલી – દલખાણીયા ઉપરાંત ધારી- કોઠા પીપરીયા રસ્તાની મરામત કામગીરી કરવામાં આવી રહી છે અને બગસરા-ચલાલા માર્ગની મરામત કામગીરી પૂર્ણ કરી દેવામાં પણ આવી છે. તેમણે કહ્યુ કે, જીરા – નાગધ્રા- લાખાપાદર રસ્તાની પણ સંભવિત તા.૧૯ જુલાઈથી મરામત કામગીરી શરુ કરાશે. ધારી – દલખાણીયા રોડની હયાત ૩.૫૦ મીટર પહોળાઈ વધારી ૭ મીટર કરવામાં આવશે તથા બગસરા- ચલાલા રોડનું વાઈડનિંગ કરવામાં આવશે, જેની હયાત ૭ મીટર પહોળાઈ છે. આ ઉપરાંત ધારી – કોઠા પીપળીયા – ભાડેર રોડ મંજૂર કરવામાં આવ્યો છે, જેની કામગીરી પણ ચોમાસા બાદ શરુ થશે.