અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટને બૂમથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઇમેલ એડ્રેસ પર જિલ્લા કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા જ સવારે પોલીસ તંત્રને આ અંગે જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજી પોલીસે તાત્કાલિક કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી છે.