અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથેની ચર્ચા-વિચારણાના અંતે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ બી. કાનાણી દ્વારા જિલ્લાના હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓની વરણી કરવામાં આવી છે. જાહેર થયેલા મુખ્ય સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ ધોરાજીયા, મનોજભાઈ મહીડા, શરદભાઈ પંડ્યા, દીપકભાઈ વધાસીયા, ગીતાબેન કારિયા અને રમાબેન હીરપરાની નિમણૂક કરાઈ છે. જ્યારે મહામંત્રી તરીકે મયુરભાઈ માંજરીયા, ચેતનભાઈ શિયાળ અને રાજુભાઈ ભૂતૈયાને જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રી તરીકે પ્રવીણભાઈ સાવજ, પ્રાગજીભાઈ વસાણી, રંજનબેન ડાભી, કોમલબેન બારૈયા, લીલાબેન ભુવા, બ્રિજેશભાઈ કુરુંદલે, હીનાબેન નાંઢા અને ક્રિષ્નાબેન મકવાણાની વરણી થઈ છે. કોષાધ્યક્ષ તરીકે મહેશભાઈ જાવીયા અને કાર્યાલય મંત્રી તરીકે મહેન્દ્રભાઈ ચાવડાની નિયુક્તિ કરાઈ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં દિવ્યેશભાઈ વેકરીયા, આઈ.ટી. વિભાગમાં રાકેશભાઈ નાકરાણી અને મીડિયા વિભાગમાં વિપુલભાઈ ભટ્ટીની નિમણૂક કરવામાં આવી છે.
વિવિધ મોરચાના નામ
યુવા મોરચો: ચેતનભાઈ દિનેશભાઈ ધાનાણી
મહિલા મોરચો: અલ્કાબેન દિનેશભાઈ ગોંડલીયા
કિસાન મોરચો: મુકેશભાઈ કુરજીભાઈ ખોખરીયા
બક્ષીપંચ (OBC) મોરચો: સાગરભાઈ જીતેન્દ્રભાઈ સરવૈયા
અનુસૂચિત જાતિ (Sc) મોરચો: સંદીપભાઈ ખોડાભાઈ સોલંકી
લઘુમતી મોરચો: રજાકભાઈ વલીભાઈ કચરા










































