અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતની વધુ બે ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જાફરાબાદ વાપાળીયા ગામે રહેતા દિવ્યેશભાઇ કરશનભાઇ રાઠોડ (ઉ.વ.૨૧) એ જાહેર કર્યા મુજબ, દિવ્યેશભાઇ કરશનભાઇ રાઠોડ (ઉ.વ.૨૧) પોતાનું મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે રોહીશા ગામથી ખત્રીવાડા ગામ તરફ જતા રોડ ઉપર પોતાના ફઇના દીકરા મરણજનાર કિશનભાઇ ભગવાનભાઇ પામક રહે.ખત્રીવાડ તા.ઉના જી.ગીર સોમનાથ વાળાને પાછળ બેસાડી જતા હતા. આ સમયે સામેથી અજાણ્યા મોટર ચાલક આવતા પોતે બ્રેક મારતા હેન્ડલ ઉપર પોતાનો કાબુ ગુમાવતા પાછળ બેસેલ સાહેદ કિશનભાઇ રોડ ઉપર ફંગોળાઇ જતા તેમને મોંઢા ઉપર તથા કપાળના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું અને પોતાના શરીરે નાની-મોટી મુંઢ ઇજાઓ થઈ હતી.
બીજા બનાવમાં ચિતલમાં રહેતા મુસ્તુફા ઇબ્રાહિમભાઇ ભારમલ (ઉ.વ ૫૪) એ આઇસર ટ્રક જેના રજી નં. GJ ૦૪ AW ૮૬૫૪ ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાનું એક્ટીવા લઇને અમરેલીથી ચિતલ ગામ તરફ જતા હતા તે દરમ્યાન મોટા માચિયાળા ગામ ૪૦૦ કેવીથી આગળ પહોંચતા સામેથી એક આઇસર ટ્રક ચાલકે પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી મોટર સાયકલ સાથે ટ્રક ભટકાવ્યો હતો. જેમાં તેને જમણા હાથે ઇજા તથા જમણા પગે મુંઢ ઇજા થઈ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો.