સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા ગણેશ ઉત્સવ ૨૦૨૫નું સિનિયર સિટીઝન પાર્ક ખાતે આયોજન કરવામાં આવેલ છે. ગુરુવારે સાંજની આરતીમાં જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો. ગજેરા તથા ટીમ, અમરેલી સિટી પીઆઈ વાઘેલા, અમરેલી તાલુકા પીઆઈ જાડેજાજી, આહીર સમાજ, ભાટિયા સમાજ, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, પ્રજાપતિ સમાજ, સગર સમાજ, લાયન્સ ક્લબ અમરેલી (મેઇન) તેમજ મહિલા મંડળોએ આરતીનો લાભ લીધો હતો.









































