અમરેલી શહેરમાં રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ‘શ્રી રામ પ્રાગટ્ય પાવન યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈન દ્વારા શ્રધ્ધાળુઓ માટે શરબત વિતરણનો વિશેષ સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સેવાકાર્યમાં લાયન્સ પરિવારના સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. લાયન્સ ક્લબના પ્રમુખ બકુલરાય ભટ્ટ, સેક્રેટરી રજનીકાંત ધોરાજીયા, નાનુ દાદા તળાવીયા, ડી.સી. કાંતિભાઈ વઘાસિયા, કૌશિકભાઈ હપાણી, વિજયભાઈ રાદડિયા, હરેશભાઈ ધોરાજીયા અને ઘનશ્યામભાઈ સહિતના લાયન્સ સદસ્યોએ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શોભાયાત્રાના રૂટ પર લાયન્સ પરિવાર દ્વારા કરવામાં આવેલા આ શરબત વિતરણને ભક્તોએ આવકાર્યું હતું.