અમરેલીમાં યોજાનાર ૧૭મા સમૂહલગ્નના ભવ્ય આયોજન માટે શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ-અમરેલી દ્વારા એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ ડી.કે. રૈયાણીની અધ્યક્ષતામાં આ ખાસ મિટિંગ આગામી રવિવાર, તા. ૨૧-૧૨-૨૦૨૫ ના રોજ સાંજના પઃ૦૦ કલાકે ખોડલધામ પાર્ટી પ્લોટ, ભોજલીયા હનુમાન પાસે, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે યોજાશે. ટ્રસ્ટ દ્વારા સમાજના તમામ મિત્રમંડળ તથા સભ્યોને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા લેઉવા પટેલ સમાજના પ્રમુખ ડી.કે. રૈયાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે, આ બેઠકનો હેતુ સમૂહલગ્નને સફળ બનાવવા માટે જરૂરી ચર્ચા અને આયોજન કરવાનો છે. જેથી લેઉવા પટેલ ટ્રસ્ટ અમરેલી દ્વારા સમાજ ઉપયોગી આ ભગીરથ કાર્યમાં સહકાર આપવા માટે આગેવાનો અને સભ્યોને અપીલ કરવામાં આવી છે.