અમરેલી જિલ્લામાં ‘એ.જે. ઇન્ડસ્ટ્રીઝ’ નામના MEE  (મલ્ટી-ઇફેક્ટ ઇવેપોરેટર) કંપનીના ડીઝલ પંપ પર વેચાતા પ્રવાહી અને તેની કાયદેસરતા અંગે સવાલો ઉભા થયા હતા. આ મામલે સત્તાવાળાઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી ખાતે કાર્યરત ‘એ.જે. ઇન્ડસ્ટ્રીઝ’ નામના એકમમાં ડીઝલ પંપ કાર્યરત છે, જેના સંચાલક તરીકે ઝલકભાઈ સંજયભાઈ મશરૂ (રહે. જૂનાગઢ)નું નામ સામે આવ્યું છે. તપાસનો મુખ્ય હેતુ આ ડીઝલ પંપ પર વેચાણ થતું પ્રવાહી ખરેખર પેટ્રોલિયમ પદાર્થ છે કે કેમ, અને તેનું વેચાણ કાયદેસર છે કે નહીં તે જાણવાનો છે. આ ઉપરાંત સંચાલક ઝલકભાઈ સંજયભાઈ મશરૂ દ્વારા આ પંપ કોઈ પણ લાયસન્સ, એન.ઓ.સી. (ના-વાંધા પ્રમાણપત્ર), પરમિશન કે મંજૂરી વગર કાર્યરત કરવામાં આવ્યો છે કે કેમ. જો મંજૂરી ન હોય, તો તે અંગે કયો ગુનો બને છે. ઉપરાત પુરવઠા વિભાગ, મહેસૂલ વિભાગ તથા અન્ય તમામ સંબંધિત કચેરીઓ દ્વારા આ પંપને કાર્યરત કરવા માટે જરૂરી મંજૂરીઓ આપવામાં આવેલી છે કે કેમ જેવી તપાસ હાથ ધરવામાં આવી હતી.