અમરેલીમાંથી પોલીસે ફોર વ્હીલમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. યુવરાજભાઈ ભુપતભાઈ વનરા અમરેલીમાં ચિતલ રોડ પર ગાયત્રી મંદિર પાસેથી ફોર વ્હીલ લઈને પસાર થતાં હતા ત્યારે અટકાવી તલાશી લેતાં ફોર વ્હીલમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાંડની ૪૫૬ બોટલ મળી હતી. પોલીસે કાર, દારૂ મળીને રૂપિયા ૩,૫૫,૬૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જિલ્લામાં બે મહિલા સહિત છ ઈસમો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જ્યારે સાત ઇસમો કેફી પીણું પીને ફરતાં મળી આવ્યા હતા.