જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ – આરોગ્ય શાખા, પોલીસ વિભાગ, પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ વિભાગ, એસ.ટી. વિભાગ અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સંયુક્ત ટીમ દ્વારા તમાકુનું વેચાણ કરતા લારી, ગલ્લા, દુકાનો પર કાર્યવાહી કરવામાં આવી હતી. “૧૮ વર્ષથી નાની ઉંમરનાંને તમાકુનું વેચાણ કરવું દંડનીય અપરાધ છે” તેવું સૂચક બોર્ડ મૂકવામાં ન આવ્યું હોય તો તેવી શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટોના વેચાણકર્તા, જાહેર સ્થળોએ તમાકુની બનાવટોનું સેવન કરનાર, ઇ-સિગારેટનું વેચાણ-સંગ્રહ-ઉપયોગ કરનાર, તમાકુની બનાવટોની પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત આપનાર, નિર્દિષ્ટ આરોગ્ય વિષેયક ચિત્રાત્મક ચેતવણી વિના તમાકુની બનાવટોનું વેચાણ વગેરે અન્વયે તપાસ કરવામાં આવી હતી. આ અંતર્ગત શહેરમાં સંકુલ રોડ, નાગનાથ બસ સ્ટેન્ડ, મોટા બસ સ્ટેન્ડ, લાઠી રોડ, કોલેજ સર્કલ, બાયપાસ વિસ્તારમાં ૧૭ કેસ નોંધવામાં આવ્યા હતા, રુ.૩,૧૦૦ દંડની વસૂલાત કરવામાં આવી હતી.