શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા, અમરેલી ખાતે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતી નિમિત્તે ‘નેશનલ સ્પોટ્‌ર્સ-ડે’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગજેરા સ્કૂલ, ડી.એલ.એસ.એસ. સ્પોટ્‌ર્સ સ્કૂલ અને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેજર ધ્યાનચંદજીના ભારતીય રમતગમત ક્ષેત્રમાં આપેલા યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને ખેલાડીઓને દેશ માટે ગૌરવ લાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ દરમિયાન, નાના-મોટા તમામ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લઈ આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે અતુલભાઈ કાનાણી, મુકુંદભાઈ મહેતા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી, દીપકભાઈ વઘાસિયા, પૂનમબેન ફુમકિયા અને ચતુરભાઈ ગોંડલિયા ઉપસ્થિત રહ્યા હતા.