અમરેલીની યુવતીને ભાવનગર, ગારિયાધારમાં સાસરિયાએ કનડગત કરી હતી. આ અંગે એકતાબેન હરકિશનભાઇ કાલીયાણી (ઉ.વ.૩૪)એ પતિ હરકિશનભાઇ વિનુભાઇ કાલીયાણી, સાસુ પ્રભાબેન વિનુભાઇ કાલીયાણી તથા નણંદ હેતલબેન સંજયભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના લગ્નના તા.૨૮/૦૧/૨૦૧૪ થી તા.૦૨/૦૯/૨૫ સમયગાળા દરમ્યાન પતિ, સાસુ તથા નણંદે ઘરકામ બાબતે અવાર-નવાર મેણાટોણા મારી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપી ગાળો આપી હતી. પતિએ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.બી. પંડ્યા વધુ તપાસ કરી રહ્યા છે.