અમરેલી ખાતે અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત અને શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ (ગર્લ્સ) ખાતે કાર્યરત બી.એન. વિરાણી ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળા દ્વારા સ્વચ્છતા અભિયાન યોજીને રસ્તાની સફાઈ કરવામાં આવી હતી. શાળા દ્વારા NSSની નિયમિત
પ્રવૃત્તિના ભાગરૂપે આ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાન થકી રસ્તાઓની સફાઈ કરવાની સાથે-સાથે સ્થાનિક સ્તરે સ્વચ્છતા જાળવી રાખવા તેમજ લોકોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.







































