અમરેલી સ્થિત શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં તારીખ ૨૫-૧૨-૨૦૨૫ ના રોજ ધોરણ ૫ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી બાજપાઈની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો અને તેમના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંસ્થાની પરંપરા મુજબ મહાપુરુષોની જન્મ જયંતિ અને પુણ્યતિથિ નિમિત્તે તેમને પુષ્પો અર્પણ કરી તેમના જીવન-ઝરમરથી વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવે છે. તે અંતર્ગત સંસ્થાના સંચાલક દિપકભાઈ વઘાસિયા દ્વારા પુષ્પ અર્પણ કરી દેશ માટે અટલજીના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. સ્ટાફ દ્વારા અટલ બિહારી બાજપાઈના જીવન પ્રસંગો, તેમના કવિ હૃદય અને એક પ્રમાણિક રાજનીતિજ્ઞ તરીકેના તેમના ભવ્ય જીવન વિશે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી.









































