વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓના અભિવાદન માટે અમરેલીના શ્રીજી વિદ્યાર્થી ભુવન ખાતે ૫ સપ્ટેમ્બરનાં દિવસે સ્વયંશિક્ષક દિનનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ધો. ૬થી ૧૨નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ શિક્ષક બની શૈક્ષણિક કાર્યનું સંચાલન કર્યું હતું. આચાર્ય તરીકે માધ્યમિક વિભાગમાં બલદાણીયા પૂર્વ (ધોરણ-૧૨)એ અને પ્રાથમિક વિભાગના વિરાણી કુંજ (ધોરણ-૮)એ કામગીરી કરી હતી. કાર્યક્રમના સમાપન પ્રસંગે સંસ્થાના સંચાલક દંપતી દીપકભાઈ વઘાસિયા અને વિલાસબેન વઘાસિયાએ હાજરી આપી પ્રેરક પ્રવચનો કર્યા હતા.