અમરેલીના નવા ગીરીયા ગામે યુવકે ધરો બાળવાની ઝેરી દવા પીતા મોત થયું હતું. બનાવ અંગે વિજયભાઇ ધીરુભાઇ ડાભી (ઉ.વ.૪૦) એ જાહેર કર્યા મુજબ, ધીરૂભાઇ ભીખાભાઇ ડાભીએ પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ધરો બાળવાની ઝેરી દવા પીધી હતી. જેના કારણે તેમનું મોત થયું હતું. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે આર ધાધલ વધુ તપાસ કરી રહ્યા છે.