અમરેલીના કેરીયાચાડ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખમાં માથામાં કુહાડીનો ઘા મારવામાં આવ્યો હતો તેમજ ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે કાળુભાઈ ભાભલુભાઈ ધાધલ (ઉ.વ.૪૨)એ ભયલુભાઈ ભાભલુભાઈ ધાખડા તથા નિરૂભાઈ ભાભલુભાઈ ધાખડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીએ કેરીયાચાડ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મનદુઃખ રાખી ફોર વ્હીલ લઈ તેમના મકાને આવ્યા હતા. ફોર વ્હીલ ડેલા સાથે ભટકાવીને ડેલો પાડી નાખ્યો હતો. તેમજ ભયલુભાઈ ધાખડાએ માથામાં કુહાડીનો ઘા માર્યો હતો. નિરૂભાઈ ધાખડાએ લોખંડના પાઇપ વતી શરીરે મરણતોલ માર માર્યો હતો તેમજ ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ઓ.કે. જાડેજા બનાવની વધુ તપાસ કરી રહ્યા છે.