રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધઘટ થઈ રહી છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. છેલ્લા થોડા દિવસથી વહેલી સવારે અને રાત્રે ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આમ, ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેના કારણે લોકો રોગના ભોગ બની રહ્યાં છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે, સોમવારે ૧૧ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. અમદાવાદનું લઘુતમ તાપમાન ત્રીજા દિવસે ઘટી ૧૫.૫ ડિગ્રી રહ્યું હતું.હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, વિવિધ શહેરના તાપમાન અંગેની વાત કરીએ તો, ગુજરાતમાં સૌથી ઠંડું લઘુત્તમ તાપમાન નલિયામાં ૧૧ ડિગ્રી નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં ૧૫.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ડાંગમાં ૧૨, રાજકોટમાં ૧૩.૨, વડોદરામાં ૧૩, ડીસામાં ૧૩.૯, પોરબંદરમાં ૧૪.૬, ભૂજમાં ૧૪.૭, ગાંધીનગરમાં ૧૫, અમરેલીમાં ૧૫, ભાવનગરમાં ૧૫.૮, સુરતમાં ૧૯.૮ અને વેરાવળમાં ૧૯.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્્યતા નથી.દેશના વિવિધ ભાગોમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. ઉત્તર અને મધ્ય ભારતના ઘણા રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે દક્ષિણ ભારત અને ટાપુ પ્રદેશોમાં ભારે પવન, વાવાઝોડા અને વરસાદ તીવ્ર બન્યો છે. ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) દ્વારા ૯ ડિસેમ્બર માટે જારી કરાયેલી નવીનતમ આગાહી મુજબ, ઘણા રાજ્યોમાં શીત લહેર, ગાઢ ધુમ્મસ, તીવ્ર પવન અને વાવાઝોડા વધુ ખરાબ થવાની ધારણા છે. મધ્ય ભારત, ઉત્તર ભારત અને ઉત્તરપૂર્વમાં ઠંડી અને ધુમ્મસ ખાસ કરીને તીવ્ર રહેશે, જ્યારે આંદામાન અને નિકોબાર ટાપુઓ અને બંગાળની ખાડી માટે તીવ્ર દરિયાઈ હવામાન ચેતવણી જારી કરવામાં આવી છે.









































