અમદાવાદમાં ૧૨ જૂનનો દિવસ ઈતિહાસમાં કાળા અક્ષરોએ ચિતરાઈ ગયો. આ એ જ દિવસ હતો જ્યારે લંડન જવાના અભરખા લઈને ઉપડેલા અનેક મુસાફરોની જિંદગી પળભરમાં કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ. અનેક આશાસ્પદ ભાવિ તબીબોની જિંદગી હણાઈ ગઈ. અમદાવાદ આ દિવસ ક્યારેય  ભૂલી શકશે નહીં. હવે આ પ્લેન ક્રેશની ઘટના વિશે એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. ઈટાલિયન અખબાર કોરિયેરે ડેલા સેરાના રિપોર્ટમાં બે સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે પ્લેન ક્રેશની આ ઘટના કોઈ ટેકનીકલ  ખામીના કારણે નહીં પરંતુ જાણી જાઈને કરવામાં આવેલી ઘટના છે. એટલે કે ઇન્ટેશન્લ એકટ નું પરિણામ છે.
અત્રે જણાવવાનું કે ૧૨ જૂનના રોજ અમદાવાદના એરપોર્ટથી લંડન જવા ઉડેલું એર ઈન્ડીગો નું બોઈંગ ૭૮૭ ડ્રીમ લાઈનનર વિમાન ફ્લાઈટ ૧૭૧ ગણતરીની પળોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું અને તેમાં કુલ ૨૬૦ જેટલા લોકોના જીવ ગયા હતા. વિમાનમાં ૨૪૨ લોકો સવાર હતા જેમાંથી માત્ર એક જ વ્યકિતનો જીવ બચ્યો હતો. જ્યારે વિમાન મેઘાણીનગર વિસ્તારમાં એક મેડિકલ હોસ્ટેલ સાથે અથડાતા ત્યાં હાજર ૧૯ લોકો પણ તેનો ભોગ બન્યા હતા. વિમાને જેવી ઉડાણ ભરી ત્યારબાદ લગભગ ૩૨ સેકન્ડ પછી જ બંને એન્જીનોએ તેમનો પાવર ગુમાવી દીધો અને મેડિકલ વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર તૂટી પડ્યું. એવું કહેવાય છે કે બંને એન્જીન  બંધ થઈ ગયા હતા.
ઈટલીના અખબારે હવે આ ઘટનાની જે તપાસ ચાલી રહી છે તે અંગે એક ચોંકાવનારો દાવો કર્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય તપાસકારોએ તારણ પર પહોંચ્યા છે કે ૧૨ જૂને થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના એ કોઈ ટેકનીકલ  ખામીના કારણે નહીં પરંતુ ઈરાદાપૂર્વક કરવામાં આવેલા કાર્યનું પરિણામ હતું અને હવે ઓફિશિયલ્સ ફાઈનલ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. અખબારે એવું પણ જણાવ્યું કે તપાસમાં મદદ કરી રહેલા યુએસ એક્સપર્ટ્‌સે આ તારણને એક ‘મોટી સફળતા’ ગણાવી.
ઈટલીના અખબારે પશ્ચિમી વિમાનન એજન્સીઓના સૂત્રોના હવાલે લખ્યું છે કે તપાસમાં કોઈ ટેકનીકલ  ખામીના પુરાવા મળ્યા નથી. આ સાથે જ કોકપિટ વોઈસ રેકોર્ડરના સાફ કરાયેલા ઓડિયો રેકો‹ડગના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે કયા પાઈલોટે ફ્યૂલ સ્વીચ ને રનથી કટ ઓફની સ્થિતિ માં કરી હતી. જેના કારણે આ દુર્ઘટના ઘટી. જા કે અંતિમ રિપોર્ટમાં કોઈ એક પાયલોટને જવાબદાર ઠેરવવામાં આવશે કે નહીં કે વિસ્તૃત રીતે જણાવવામાં આવશે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ નથી. રિપોર્ટમાં કહેવાયું છે કે શંકાની સોઈ વિમાનના કમાન્ડર સુમીત સભરવાલ તરફ છે જેમનું આ અકસ્માતમાં મોત થયું હતું.
જા કે ઈટાલિયન અખબારના આ રિપોર્ટ પર ભારતના એરક્રાફ્ટ એક્સીડેન્ટ ઇન્વેશાતીગેષણ  બ્યૂરો અને મિનિસ્ટ્રી ઓફ સીવીલ એવિએશન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. અમેરિકી તપાસ એજન્સી એનટીએસબીના પ્રવક્તા પીટર સી નડસને પણ અખબારને ભારતીય એજન્સીને સંપર્ક કરવા જણાવ્યું છે.