શહેરમાં નશાખોરીના વધતા દૂષણ વચ્ચે હાલ ફરી એકવાર કરોડોના ગાંજાની હેરફેર થતી હોવાની ઘટના સામે આવી છે. આ વખતે અમદાવાદના નરોડા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે અને આ વખતે તો ચોંકાવનારી વાત એ છે કે, ડુંગળીની ગુણીઓની આડમાં છુપાવીને ગાંજાની હેરફેર થઈ રહી હતી. જાકે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી અધધ ૪૦૦ કિલોથી વધુ ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી હતી કે નરોડા વિસ્તારમાં એક ટ્રકમાં શાકભાજીની આડમાં પ્રતિબંધિત નશીલા પદાર્થ ગાંજાની મોટી માત્રામાં હેરાફેરી થઈ રહી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવીને શંકાસ્પદ જણાતી ટ્રક રોકી તેમાં તપાસ હાથ ધરી ત્યારે ઉપરના ભાગે ડુંગળીના કટ્ટા ભરેલા હતા, પરંતુ તેની નીચે પ્લાસ્ટિક ના બોક્સમાં વ્યવસ્થિતિ રીતે પેક કરેલો ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
આ આખી ગોઠવણ એટલી શાતિર રીતે કરવામાં આવી હતી કે સામાન્ય તપાસમાં તેને પકડવો મુશ્કેલ હતો. જાકે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ આ ઓપરેશન દ્વારા ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. બાદમાં તપાસ કરતા ડુંગળીની આડમાં પકડાયેલો આ ગાંજાનો જથ્થો ૪૦૦ કિલોથી પણ વધુનો હોવાનું સામે આવ્યું છે. જે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં પકડાયેલા નશીલા પદાર્થોના જથ્થામાંનો મોટો આંકડો માનવામાં આવે છે.
પોલીસે અધધ ૪૦૦ કિલોનો ગાંજાનો જથ્થો જપ્ત કરી તેની હેરફેર કરતા મહારાષ્ટ્રના બે લોકોની સ્થળ પર જ ધરપકડ કરી હતી. એક સાથે આટલી મોટી માત્રામાં લઈ જવાતો ગાંજાનો જથ્થો પકડાતા પોલીસે ટ્રકમાં હાજર બે લોકોની પૂછપરછ હાથ ધરી હતી, ત્યારે પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ જથ્થો મહારાષ્ટ્રથી લાવવામાં આવ્યો તથા અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારોમાં તેનું વિતરણ થવાનું ખુલ્યું હતું.
હાલ આ મામલે ક્રાઈમ બ્રાન્ચે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ કડીઓ જાડી રહી છે કે આ ગાંજા મહારાષ્ટ્ર માં ક્યાં થી ભરાયો હતો અને અમદાવાદમાં કયા કયા પેડલર્સને આ માલ પહોંચાડવાનો હતો. પોલીસને આશંકા છે કે આની પાછળ કોઈ આંતરરાજ્ય ગેંગ સક્રિય હોઈ શકે છે, જેના મૂળ સુધી પહોંચવા માટે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
બે દિવસ અગાઉ,એસઓજીની એક ટીમે અમદાવાદના સરદારનગર નોબેલનગરમાં પહોંચીને રેડ પાડી અધધ ૨૨ કિલો ૭૮૦ ગ્રામ જેટલો હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે શખ્સો મળી આવ્યા હતા. જે બંનેની ઓળખ ચેતન પ્રજાપતિ અને જિયા ઉર્ફે જેસિકા પ્રજાપતિ તરીકે થતા ર્જીંય્એ બજાર કિંમત ૭ કરોડ ૯૭ લાખના ૨૨.૭૮ કિલો હાઈબ્રિડ ગાંજા સાથે તેમની ધરપકડ કરી હતી.
અમદાવાદ શહેરમાં વધતા જતા ડ્રગ્સના બનાવો હવે આપણા સમાજ અને યુવા પેઢી માટે એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે વધુમાં અમદાવાદ એરપોર્ટ પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જાણીને તમને નવાઈ લાગશે કે એરપોર્ટ પરથી ૩૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.









































