કપાસઃ ખાતરનો છંટકાવ :
• કપાસ જ્યારે ૪૫ થી ૬૦ દિવસનો થાય ત્યારે પાળા ચડાવવાના થાય તે સમયે ખાતર હારની બાજુમાં આપવા. પાળાથી છોડની મજબુતાઈ તેમજ ભેજ સંગ્રહ શક્તિ વધે છે. ડીએપી ૧૦ કિલો અથવા ૨૦-૨૦-૦-૧૩, ૩૦ કિલો અથવા ૨૦-૨૦-૦, ૩૦ કિલો કોઈ એક ખાતર વીઘે આપવાનું છે. જીંડવાની મજબુતાઈ વધારવા માટે પોટાશ આપવો તેમાં મ્યુરેટ ઓફ પોટાશ ૨૦ વીઘે આપવું તેમજ નાઈટ્રોજન તત્વ માટે એમોનિયમ સલ્ફેટ ૨૦ વીઘે આપવાથી તેમાંથી નાઈટ્રોજન ઉપરાંત સલ્ફર પણ મળે તદ્દઉપરાંત લીઝ ચૂનો ૫ કિલો વીઘે આપવું તેને કેલ્સિયમ સલ્ફેટ કહે છે. આ પીએચને સંતુલિત કરે છે. સુક્ષ્મ તત્વમાં ઝીંક સલ્ફેટ ૨ કિલો અને મેગ્નેશિયમ સલ્ફેટ ૨ થી ૫ કિલો વીઘામાં આપવાથી પાન લાલ થતા નથી
• કપાસમાં સુકારો આવ્યો હોય તો રોગના નિયંત્રણ માટે જરૂર જણાય તો કોપર ઓક્ઝીક્લોરાઈડ ૫૦ ડબલ્યુ.પી. ૦.૨ ટકા (૪૦ ગ્રામ/ ૧૦ લિટર પાણીમાં), મેન્કોઝેબ ૭૫ ડબલ્યુ.પી. ૦.૨ ટકા (૨૭ ગ્રામ/ ૧૦ લિટર પાણીમાં ) અને કાર્બનડેઝીમ ૫૦ ટકા ડબલ્યુ.પી. ૦.૦૫ ટકા (૧૦ ગ્રામ/ ૧૦ લિટર પાણીમાં ) છંટકાવ કરવો.
• કપાસની ફૂલ અને જીંડવાની અવસ્થાએ ૧ ટકા (૧૯-૧૯-૧૯ ના. ફો. પો.) નો છંટકાવ કરવો.
• કપાસની વાવણી બાદ ૯૦ દિવસે ઇથરેલ ૫૦ પી.પી.એમ. (૨-૩ મિ.લિ./૧૦ લિટર) પાણીમાં નાખી છંટકાવ કરવો.
• કપાસમાં સુકારો આવ્યો હોય તો બ્લુ કોપર દવાનો છંટકાવ કરવો.
કપાસઃ મિ.લિ.બગનાં નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિ.લિ.અથવા અથવા ક્વિનાલફોસ ૨૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા થાયોડીકર્બ ૭૫% વે.પા. ૭ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂરીયાત પ્રમાણે ૨-૩ છંટકાવ કરવા.
મગફળીઃ
• મગફળી ૭૫ થી ૯૦ દિવસની થાય ત્યારે ૦-૫૨-૩૪ ૧૦૦ ગ્રામ + બોરોન ૨૦% ૨૦ ગ્રામ પમ્પમાં નાખી છંટકાવ કરવો. ઉપરાંત કેલ્શિયમ નાઇટ્રેટ ૧૦૦ ગ્રામ + બોરોન ૨૦% ૨૦ ગ્રામ પમ્પમાં નાખી છંટકાવ કરવો. પાકવાને ૩૦ દિવસ બાકી હોય તો ૦-૦-૫૦ સાથે ઝીનેટીક એસિડ ૨૦ % તે ૨.૫ ગ્રામની પડીકી આવે છે તેને પમ્પમાં નાખી છંટકાવ કરવો અથવા ખાતરના રૂપમાં કેલ્શિયમ નાઇટ્રેટ ૫ કિલો દાણાદાર પુંખીને આપી શકાય. • ઈયળ માટે બીવેરીયા બાઝીયાના પમ્પમાં ૮ થી ૧૦૦ ગ્રામ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ તેમાં બીવેરીયા બાઝીયાના ઉમેરીને છંટકાવ કરવામાં આવે તો સારું પરિણામ મળે.
• ઈઁદ્ગ ( એન્ટોમોપેથો જેનિક નેમેટોડ ) ૧ એકરમાં ૧ કિલો ંડ્રેન્સિંગ કરવું. તેનાથી નેમેટોડ, મુંડા, ઈયળ, ડોડવામાં કાણા માટે નિયંત્રણ થાય તેમજ પમ્પમાં ૫૦ ઈઁદ્ગ નાખી સ્પ્રે પણ કરી શકાય
• મગફળીના પાનના ટપકા અને ગેરુના સંયુક્ત નિયંત્રણ માટે ક્લોરોથેલોનીલ ૭૫% વે.પા. ૧૫ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫% વે.પા. ૨૫ ગ્રામ અથવા હેક્ઝાકોનેઝોલ ૫% ઈ.સી. ૨૦ મિ.લિ. અથવા પ્રોપીકોનેઝોલ
૨૫ ઈ.સી. ૧૫ મિ.લિ. પૈકી કોઇપણ એક દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળીને પાન ઉપર છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.
• વાયાર્વોર્મનાં નિયંત્રણ માટે કારટેપ હાયડ્રોક્લોરાઇડ બજારમાં ૪જી મમારી રૂપમાં મળશે તેને વીઘે ૨ કિલો નાખી શકાય.
• મગફળીનો પાક પાકવાની અવસ્થાએ પીળો પડવા લાગે અને તેનો છોડ ઉપાડી મગફળીના ડોડવા હાથથી ફોલતા દાણા આછા ગુલાબી રંગના જણાય ત્યારે કાઢવી. ઉત્પાદન ઉપર માઠી અસર ન થાય તે માટે સમયસર કાપણી કરવી.
મગફળી, કપાસ અને દીવેલા ઃ ઉધઈનાં નિયંત્રણ માટે ઊભા પાકમાં ઉધઈના ઉપાય વખતે ફિપ્રોનીલ અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧.૫ લી. રેતી સાથે બરાબર ભેળવી એક હેક્ટર વિસ્તારમાં પુંખવી. વરસાદના પાણી સાથે તે જમીનમાં મળી જશે. પરંતુ જયારે વરસાદ ખેંચાય તો હળવું પિયત આપવું અથવા આ કીટનાશક મુખ્ય ઢાળીયામાં ટીપે-ટીપે પિયત સાથે આપવું.
મરચીઃ મરચી અથવા અન્ય શાકભાજી માટે
રાબિંગ ક૨વું: જમીન ઉપર ઘઉંનું ભૂંસુ કે બાજરીનું કચરુ અથવા નકામું ઘાસ પાથરી છ ઈંચ જેટલો થ૨ બનાવવો. આ ઘાસના થરને પવનની વિરૂદ્ધ દિશામાં સળગાવવું જેથી જમીન ધીમા તાપે લાંબો સમય સુધી તપે એને રાબિંગ કહે છે. રાબિંગ ક૨વાથી જમીનમાં રહેલ ફૂગ, જીવાણું, કીટકોના કોશેટા, કૃમિ તેમજ નિંદામણના બીજનું નિયંત્રણ કરી શકાય.
સોઈલ સોલેરાઈઝેશન કરવું: જો રાબિંગ શક્ય ન હોય તો ૧૦૦ ગેજ જાડાઈના પારદર્શક પાતળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો. વરાપ થયે ખેડ કરીને કયારાના માપ પ્રમાણે ૧૦ થી ૨૦ દિવસ સુધી પ્લાસ્ટિક ઢાંકી રાખવું. જમીનમાંનો ભેજ તેમજ સૂર્યના તાપથી ઉત્પન્ન થયેલ ગરમી પ્લાસ્ટિકના અંદરના ભાગે સંગ્રહિત થશે. આથી જમીનજન્ય ફૂગ, કીટકોના કોશેટા, જીવાણું, કૃમિ તેમજ નિંદણના બીજનો નાશ થશે.
મરચીમાં ખાતર આપવાની અવસ્થા/સમય : પાયાનું ખાતર : પોષકતત્વોનો જથ્થો નાઃફોઃપો (કિ.ગ્રા/હેકટર) :પ૦ઃપ૦ઃ૦૦ રાસાયણિક ખાતર કિ.ગ્રા/હેકટર :ડીએપીઃ૧૧૦
મરચીમાં ખાતર આપવાની અવસ્થા/સમય : પુર્તી ખાતર : પોષકતત્વોનો જથ્થો નાઃફોઃપો (કિ.ગ્રા/હેકટર) : રપઃ૦૦ઃ૦૦ : રાસાયણિક ખાતર કિ.ગ્રા/હેકટર :ડીએપીઃએમોનીયમ સલ્ફેટ:૧પ૦
મરચીમાં ખાતર આપવાની અવસ્થા/સમય : પુર્તી ખાતર : પોષકતત્વોનો જથ્થો નાઃફોઃપો (કિ.ગ્રા/હેકટર) : રપઃ૦૦ઃ૦૦ : રાસાયણિક ખાતર કિ.ગ્રા/હેકટર :ડીએપીઃએમોનીયમ સલ્ફેટ:૧પ૦
(૧) ફેરરોપણી
પછી ર૦ થી રપ દિવસે
(ર) ફુલ આવવાના સમયે
(૩) પ્રત્યેક વીણી પછી :રપઃ૦૦ઃ૦૦ :
એમોનીયમ સલ્ફેટ:૧રપ
એમોનીયમ સલ્ફેટ:૧રપ
મ્યુરેટ ઓફ પોટાશ:૮પ
એમોનીયમ સલ્ફેટ: ૧રપ
મગ, અડદ, તુવેર, ગુવારમાં પાનના ટપકાંનો રોગઃ પાન પર નાના મોટા ગોળથી અનિયમિત આકારના ટપકાં પડે છે. ટપકાંનું કેન્દ્ર રાખોડી રંગનું અને કિનારી લાલાશ પડતા બદામી રંગની હોય છે. વાવણી બાદ ર૦ થી રપ દિવસે રોગ જોવા મળે છે. પાનની ધાર નજીક ટપકા વધારે હોય છે. ટપકા આખા પાનમાં ફેલાય અંતે પાન સુકાઈ જાય છે. ઉપદ્રવ આગળ ટ્ઠવધતાં ફૂલ અને શીંગો પર પણ આવા ટપકાં જોવા મળે છે. આને કારણે શીંગોમાં દાણા નાના થાય છે. ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે.
નિયંત્રણ: કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં અથવા હેકઝાકોનાઝોલ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં અથવા મેન્કોઝેબ રપ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧ર દિવસે કરવો.
સોયાબીન: • ગર્ડલ બીટલ માટેકવીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લિ. અથવા થાયોમીથોકઝામ૧૨.૬ + લેમડા સાયહેલોથ્રીન ૯.૫ ઝેડ.સી. ૪-૫ મિ.લિ., ટેટ્રાનીલીપોલ ૧૮.૧૮ એસસી પ મિ.લિ. અથવા નોવાલ્યુરોન પર૫ + ઇન્ડોક્ઝાકાર્બ ૪૫૦ એસસી ૨૦ મિ.લિ. અથવા બીટાસાયફલ્યુંથ્રીન ૮૪૯–ઈમીડાક્લોપ્રીડ ૧૯.૮૧ ઓડી ૭ મિ.લિ. અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
• ૧૦ મિ.લિ. છંટકાવ કરવો.
તલઃ તલમાં પાન કોક્ડાય જાય તે માટે પાન કથીરીના નિયંત્રણ માટે ગંધક ૩૦૦ મેષ ભૂકી ૫.૦૦ કિ.લો. પ્રતિ હેક્ટર છંટકાવ કરવો.
બાગાયતઃ
• આંબાના મધિયાના નિયંત્રણ માટે કવીનાલફોસ, ઈમીડાકલોપ્રીડ અથવા પોલીટ્રીનમાંથી કોઇ એક દવાનો છંટકાવ કરવો.
• કેળમાં સીગાટોકાનાં રોગનાં નિયંત્રણ માટે રોગ લાગેલ નીચેના રોગિષ્ટ પાન કાપી તેનો બાળીને નાશ કરવો.
• બોર પાકમાં ચોમાસું પૂરું થયા પછી બોરના ઝાડ ફરતે કાળા પ્લાસ્ટિકનું મલ્ચ ૨૫ માઈક્રોન પાથરવાથી વધુ ઉત્પાદન મળે છે
• લીંબુના પાકમાં પાન કોરીયા અને કાળી માખીના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રીડ (૪ મિ.લિ./૧૦ લિટર) નો છંટકાવ કરવો.
• નાળીયેરી પાકમાં સફેદ માખીના નિયંત્રણ માટે એઝાડીરેકટીન ૨.૫ ટકા ૧૫ મિ.લિ.નો છંટકાવ કરવો.
શાકભાજીઃ
• વેલાવાળા શાકભાજી ઃ લાલ અને કાળા મરીયા, ફળમાખી
• શાકભાજીનાં ૧૫ દિવસે ગૌમૂત્રનો પાણી સાથે મિશ્ર કરી છંટકાવ કરવો.
• શક્ય બને તો નિંદામણ નાશક દવાનો ઉપયોગ ઓછો કરવો.
• ભીંડા અને રીંગણમાં મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી, તડતડીયાનાં નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના કે વર્ટીસિલિયમ લેકાની નામની ફુગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટરમાં ભેળવી છંટકાવ કરવો.
• કાર્બોસલ્ફાન ૨૫ ઈસી ૧૫ મિ.લિ. દવા અને તેટલા જ જથ્થામાં પાણી લઈ પ્લાસ્ટિકની કોથળીમાં નાખી મૂળ દ્વારા માવજત આપવી. તમામ ઉપાયો જેટલા સામૂહિક ધોરણે કરવામાં આવે તો સારું પરિણામ મળે.