મગફળી: • પાનનાં ટપકાં અને ગેરૂ રોગના નિયંત્રણ માટે ટેબુકોનાઝોલ ૧૦ મિ.લિ./૧૦ લિ. પાણીમાં નાખી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરો.
• સેન્દ્રીય ખેતી માટે ૫૦% નાઈટ્રોજન છાણીયા ખાતરમાંથી તેમજ બાકીનો જૈવિક ખાતરો અને ફોસ્ફરસ માટે રોક ફોસ્ફેટ ૧૦૦ કિલો/હે. આપવું.
• મગફળીમાં ઘૈણ નિયંત્રણ માટે કલોરપાયરીફોસ હેકટરે ૪ લિટર પ્રમાણે પાણી સાથે આપવું. પિયત ન થઇ શકે તો પંપ દ્વારા નોઝલ કાઢી કલોરપાયરીફોસ (૧૦ લિટર પાણીમાં ૨૫ મિ.લિ.) પ્રવાહી મગફળીનાં મૂળ પાસે ડ્રેન્ચીંગ કરવું. અથવા ૪ લિટર દવા પ લિટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિલો રેતીમાં ભેળવી ત્યારબાદ સુકવી અને રેતી એક હેકટર વિસ્તારમાં થડ પાસે મુકવી.
ક્રમ ૧. રોગનું નામ : ફાયટોપ્થોરાથી થતો મૂળનો કોહવારો, નિયંત્રણ:• કોપર ઓક્સીક્લોરાઈડ ૫૦% વે.પા. ૧૦ લિટર પાણીમાં ૪૦ ગ્રામ ઓગાળી રોગની શરૂઆત થયે છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૫ દિવસ પછી કરવો.
• મેટાલેક્ઝીલ ૮% + મેન્કોઝેબ ૬૪% વે.પા. નું તૈયાર મિશ્રણ ૧૦ લિટર પાણીમાં ૧૫ થી ૨૦ ગ્રામ મુજબ ઓગાળી છંટકાવ કરવો. ૨. રોગનું નામ :મોઝેક વાઇરસ, નિયંત્રણ:• સમયાંતરે ખેતરમાંથી રોગીસ્ટ છોડ ઉપાડી તેનો નાશ કરવો.
• પાકની ફેરબદલી અપનાવવી.
• આ રોગ ચુસીયા પ્રકારની જીવાતોથી ફેલાતો હોય તેનું નિયંત્રણ કરવું.
૩ રોગનું નામ : ભુકીછારા, નિયંત્રણ:• રોગની શરૂઆત થયે પાણીમાં દ્રાવ્ય ગંધક ૮૦% વે.પા. ૧૦ લિટર પાણીમાં ૨૫ (૦.૨%) ગ્રામ મુજબ ભેળવી છંટકાવ કરવો. જરૂર પડયે બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો. અથવા
• હેક્ઝાકોનાઝોલ ૦.૦૦૫% ૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ. મુજબ ભેળવી છંટકાવ કરવો. જરૂર પડયે બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો.
સોયાબીન: સોયાબીનમાં આવતા મુખ્ય રોગો અને તેનું નિયંત્રણ
સોયાબીનમાં આવતી મુખ્ય જીવાત અને તેનુ નિયંત્રણ:
ક્રમ.૧ જીવાતનું નામ: લશ્કરી ઈયળ/ સેમીલુપર, નિયંત્રણ: • પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો.
• મોઝણી માટે ફેરોમન ટ્રેપ ૬ પ્રતિ હેક્ટર ગોઠવવા.
• કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્વીનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનિલિપોલ ૨૦ એસસી ૩ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી ૫ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૪ ગ્રામ પૈકી કોઈ૫ણ એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
૨. જીવાતનું નામ: ગર્ડલ બીટલ, નિયંત્રણ:• કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્વીનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનિલિપોલ ૨૦ એસસી ૩ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી ૫ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૪ ગ્રામ પૈકી કોઈ૫ણ એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
૩ જીવાતનું નામ: પાન કથીરી, નિયંત્રણ: • કથીરીનાશક દવાઓ જેવી કે ફેનાઝાક્વીન ૧૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ડાયફેન્થુરોન ૫૦ ડબલ્યુપી ૧૦ ગ્રામ અથવા પ્રોપરગાઈટ ૫૭ ઈસી ૧૫ મિ.લિ. પૈકી કોઈ૫ણ એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• મૂળખાઈ/મૂળનો સડોના નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ અથવા કોપર એક્સીકલોરાઇડ ૨૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી સૂકાતાં છોડની આજુબાજુ જમીનમાં મૂળ વિસ્તારમાં આપવું.
• સફેદ માખીની મોજણીમાં પીળા રંગની સ્ટીકી ટ્રેપ હેકટરે ૫ લગાવવી. ઈયળ વર્ગની જીવાતોની મોજણીમાં ફેરોમેન ટ્રેપ હેકટર દીઠ ૫ લગાવવી.
શેરડી:
• શેરડીની રોપણી પછી ત્રીજા મહિને હલકાં કદનાં પાળા ચઢાવવા અને પાંચમાં મહિને ભારે કદનાં પાળા ચઢાવવા. છેવટનાં પાળા ચઢાવતા પહેલા રાસાયણિક ખાતરનો જથ્થો પુરો કરવો.
• ચાબુક અંગારીયો લક્ષણો: આ રોગમાં શેરડીની મોટા ભાગની જાતોમાં સાંઠાની ટોચથી ચાબુક જેવો ઉગારો જોવા મળે છે. જેની ફરતે પાતળા કાગળ જેવું ચમકતું આવરણ આવેલું હોય છે અને તેમાં ફુગના બીજ રહેલા હોય છે. રોગીષ્ટ છોડનો સાંઠો પાતળો તથા કાતળીયો નાની રહે છે.
બાગાયતઃ જામફળ:-
• જામફળનાં ઝાડ દીઠ ૩૭૫-૧૮૮-૧૮૮ ગ્રામ એન.પી.કે. દ્રાવ્ય ખાતર ચાર સરખા હપ્તામાં આપવું.
સરગવોઃ
• સરગવાની ખેતી ૬ મીટર × ૬ મીટરના અંતરે અથવા ખેતરના શેઢા ઉપર ૬ મીટરના અંતરે તેના રોપા કે કટકાકલમ રોપા કરી શકાય છે. વાવણી બાદ જે તે જાત પ્રમાણે ૬ માસ બાદ શીંગો ચાલુ થાય છે.
• વર્ષે ઝાડ દીઠ ૪૦ થી ૬૦ કિ.ગ્રા. શીગોનું ઉત્પાદન મળે છે
આમળા:
• આમળાના ફળો ઉપર કાળા ડાઘા પડવા માંડે છે તો બોરોન તત્વની ઉણપને લીધે ફળના માવામાં ભૂખરા કાળા ડાઘ પડે છે. તેના નિયંત્રણ માટે ૧૦ લિટર પાણીમાં ૩૦ ગ્રામ બોરેક્ષા પાઉડર ભેળવીને ફળ નાના હોય ત્યારે ૧પ દિવસના અંતરે છંટકાવ કરવો અથવા જૂન માસમાં ખાતરની સાથે ઝાડ દીઠ ૧૦૦ ગ્રામ પ્રમાણે બોરેક્ષા પાઉડર આપવો.
ચીકુ:
• ચીકુની ૦.૫ સે.મી. ઝાડાઈની સ્લાઈસને સોલાર ડ્રાયર દ્વારા સુકવણી સંગ્રહ કરવાથી ૬ માસ સુધી ગુણવત્તા જળવાઈ રહે છે.
પિયત:
• જમીન પર સફેદ પારદર્શક પ્લાસ્ટિકનું આવરણ કરવાથી જમીનનું તાપમાન વધે છે અને જ્મીનમાં રહેલ જીવાણુઓ નાશ પામે છે અને જમીનજન્ય રોગો અટકે છે. તેને સોઈલરાઝેશન કહે છે.
• પ્લાસ્ટિકનો ખેતીવાડીમાં જમીનનું ધોવાણ અટકાવવા, ગ્રીનહાઉસ, મલ્ચીંગ, પેકેજીંગ, ફુડ ઇન્ડસ્ટ્રીઝ, ખેત ઓજારમાં, પિયત પદ્ધતિમાં, પ્રાણીઓનાં શેડ બનાવવા વગેરેમાં ઉપયોગ થાય છે.
રાસાયણિક દવાઓના સંગ્રહ સમયે લેવાની થતી કાળજી અને સલામતીના પગલા:
• ૧. ઘરની અંદર દવાનો સંગ્રહ કરવો નહિ .
• ૨. જે પેકીંગમાં દવા ખરીદી હોય તે જ પેકિંગમાં ઓરિજનલ સીલ સાથે રાખવી.
• ૩. બીજા પેકીંગમાં દવાની ફેરવણી કરવી નહિ.
• ૪. દવા સાથે પ્રાણી કે માણસ માટે ખાવાનો ખોરક રાખવો નહિ.
• ૫. બાળક અને પાલતુ પશુ દવા સુધી પહોંચે નહિ તે રીતે રાખવી.
• ૬. સીધા સૂર્યપ્રકાશ કે વરસાદમાં ન આવે તે રીતે સંગ્રહ કરવો.
• ૭. નિંદામણ અને કિટકનાશક દવાનો અલગ સંગ્રહ કરવો.
પશુપાલનઃ
જાનવરોની કઈ જાતો રાખવાથી વધુ ઉત્પાદન મળશે. ?
• પશુઓમાં ભેંસોની જાફરાબાદી, સુરતી અને મહેસાણી ઓલાદો સારી છે.
• જાફરાબાદી ભેંસો એક વેતરમાં ૩૨૦ થી ૩૫૦ વેતરના દિવસોમાં સરેરાશ ૨૫૦૦ થી ૨૮૦૦ લિટર દૂધ આપે છે.
• સુરતી ભેંસો ૩૦૦ દુઝણા દિવસોમાં સરેરાશ ૨૦૦૦ થી ૨૩૦૦ લિટર દૂધ આપે છે.
• મહેસાણી ભેંસો ૩૧૦ દુઝણા દિવસોમાં ૨૨૦૦ થી ૨૫૦૦ લિટર દૂધ આપે છે.
• આ ઉપરાંત બન્ની ભેંસો પણ દૈનિક ૧૨-૧૫ લિટર જેટલું સારૂ દૂધ ઉત્પાદન આપે છે
• પશુઓમાં ગાયોમાં ગીર અને કાંકરેજ ઓલાદો સારી છે.
• જેમાં ગીરની ઓલાદો શુધ્ધ સ્વરૂપમાં ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, અને રાજકોટ જિલ્લાઓમાં જ્યારે કાંકરેજ ઓલાદના જાનવરો મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા, વડોદરા, ભરૂચ અને સુરત જિલ્લાઓમાં જોવા મળે છે.
• ગીર ગાયો વેતરના કુલ ૩૦૦ થી ૩૭૫ દિવસમાં ૨૫૦૦ થી ૩૦૦૦ લિટર દૂધ આપતી નોંધાયેલ છે.
• કાંકરેજ ગાયો ૨૭૫ થી ૩૧૫ દિવસમાં ૨૨૦૦ થી ૨૫૦૦ લિટર દૂધ આપે છે.