તલ જેવા પાકોનું વાવેતર ઠંડી ઓછી થાય ત્યારે કરી દેવું. ભલામણ કરતા વહેલા વાવેતર કરવું એટલા માટે જરૂરી બને કે વરસાદ વહેલા આવવાની શક્યતા રહે છે. ટૂંકા ગાળાના પાકો ૧૫ ફેબ્રુઆરી આજુબાજુએ વાવેતર કરી શકશો. ઘણા ખેડૂતભાઈઓ વર્ષમાં ત્રણ ત્રણ પાક લે છે પણ ક્યારેક જમીનને ઉનાળામાં તપવા દેવી જોઈએ કારણ જીવાતના કોશેટા, રોગ-જીવાતના ઈંડા, વગેરેનો નાશ થાય છે અને જમીનની ફળદ્રુપતા વધે છે.
પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત બે થી ત્રણ વખત આપવું. પાયામાં ઘન જીવામૃત આપવું. બીજને બીજામૃતનો પટ્ટ આપીને વાવેતર કરવું. જૈવિક ખાતરોમાં રાઈઝોબીયમ કલ્ચરનો પટ્ટ આપવો.અને પીએનવી ૧૦-૧૦ એમ.એલ. વાપરવું. જૈવિક બેક્ટેરિયામાં રાઈઝોબીયમ પીએસબી તેમજ થાયોબેસીલાસ (સલ્ફરના) બેક્ટેરિયા ૧ વિઘામાં ૧-૧ લિટર એક એકરમાં પિયત સાથે આપવા. મૂળના વિકાસ માટે માઇકોરાઈઝા પાયામાં આપવું.
ઘઉં ઃ સોલ્યુબલ ખાતર ૦-૦-૫૦. ૧૦૦ ગ્રામ એક પમ્પનો સ્પ્રે દુધિયા દાણા આવે ત્યારે જ છંટકાવ કરવો. ઘઉંમાં દુધિયા દાણા ભરાઈ જાય પછી પિયત આપવું નહિ.
કઠોળઃ
• ખાતરઃ ૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૨૦ કિ.ગ્રા. સલ્ફર ખાતર હેક્ટરે પાયામાં આપવું.
ગુવાર ઃ વાવેતર માટે માલોસણ એચજી ૭૫, ગુ.ગુવાર ૧ અને ૨ નું વાવેતર કરો.
ઉનાળુ મગફળીઃ
• વાવેતરઃ ઉષ્ણતામાનને ધ્યાને રાખીને ૧૫ ફેબ્રુઆરી સુધીમાં વાવેતર કરવું.
શેરડીઃ સફેદ માખીના બચ્ચાં / કોશેટાના ૫રજીવી એન્કાર્સીયા ઈસાકી, એન્કાર્સિયા મેક્રોપ્ટેરાની વૃદ્ધિ કરવા ૪૦ મેશની જાળી લગાડેલા પાંજરાની સંખ્યા ૧૦ થી ૧ર પ્રતિ હેકટર રાખવી અને પાંજરામાં ૧૫ થી ર૦ દિવસે કોશેટાવાળા પાન બદલતા રહેવું. શેરડીની એક આંખના ટુકડા/આંખ રોપના ઉછેર માટેના મુખ્ય પગલા નીચે મુજબ છે ઃ
• ૬ થી ૮ માસની શેરડીના એક આંખના ટુક્ડા/ આંખ રોપ ઉછેર માટે પસંદ કરવા. સિંગલ બડ સેટ કટર અથવા બડ ચીપ્સ મશીનનો ઉપયોગ કરવો.
• શેરડીના એક આંખના ટુકડાને પ્રોપીકોનાઝોલ ફુગનાશક અને જીવાતનાશકનો પટ આપવો.
• પ્રો ટ્રેમાં એક આંખના ટુકડાને રોપી ટ્રે એક ઉપર એક ગોઠવી પોલીથેલીન શીટથી ૫ થી ૬ દિવસ સુધી ઢાંકવી.
• ૫ થી ૬ દિવસ બાદ પ્રો ટ્રેને જમીન પર પોલી હાઉસમાં સપાટ ગોઠવવી.
• રોપને જરૂરી પિયત કુવારા મારફત આપવું.
• રોપ ૩૦ થી ૩૫ દિવસ બાદ ફેરરોપણી માટે તૈયાર થઈ જશે.
• ૩૦ થી ૩૫ દિવસના રોપને મુખ્ય ખેતરમાં શેરડી ટ્રાન્સપ્લાન્ટર અથવા ખાડા ખોદી ૫ × ૨ ફૂટના અંતરે વાવેતર કરવું.
• એક એકર માટે ૫૦૦૦ રોપ તથા એક હેક્ટર માટે ૧૨૦૦૦ રોપની જરૂરિયાત રહે છે.
• ફેરરોપણી કર્યા બાદ તરત જ પિયત આપવું.
શાકભાજીઃ
• મરચી જાતોમાં જીવીસી-૧૦૧, ૧૧૧, ૧૧ર, ૧ર૧, ૧૩૧, પુસા જયોતી, પુસા સદાબહાર, અર્કા મેઘના, અર્કા સુફલ, અર્કા ખ્યામતી, કાશી અનમોન, અર્કા શ્વેતાનું વાવેતર કરવું.
• મરચીમાં રાસાયણિક ખાતર ૧૦૦-૫૦-૫૦ હેક્ટરે આપવું.
• રીંગણીમાં બીજનો દર ૦.૨૫૦ થી ૦.૩૫૦ રાખવો.
• રીંગણીમાં રાસાયણિક ખાતર ૧૦૦-૩૭.૫-૩૭.૫ / હે. રાખવું
• ભીંડામાં રાસાયણિક ખાતર ૭૫-૨૫-૨૫/ હે રાખવું.
• ગુજરાત ટામેટા-૧, ર તથા જૂનાગઢ ટમેટા-૩, ગુજરાત ટમેટા-૧ (જીટી-૧), જૂનાગઢ ટમેટા-૩ (જેટી-૩) હાઇબ્રીડ માટે પુસા હાઇબ્રીડ-૪, કાશી અમન, પુસા સેહલી, અર્કા અનન્યામ, અર્કા રક્ષક, અર્કા સમાટ, કાશી શકિતમાનનું વાવેતર કરવું.
લસણ-ડુંગળીઃ થ્રીપ્સ કે ચુસીયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૫૦ ઈ.સી. ૧૫ થી ૨૦ મિ.લિ. અથવા સ્પીનોસાડ ૩-૪ મિ.લિ. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
તમાકુઃ બીડી તમાકુ અને કલકત્તી તમાકુનો પાક પરિપકવ થયે તેના પાનને તોડી કાપણી કરી ચોપડીયું તૈયાર કરવું.
કેળઃ
• કેળમાં ગ્રાન્ડનેઈન જાતનું વાવેતર કરો.
• ખાતરઃ છોડદીઠ ૩૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૪ કિ.ગ્રા. અળસીયાનું ખાતર એક સરખા ચાર હપ્તામાં રોપણીના બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાં મહિને આપવું તેમજ ૯૦ ગ્રામ ફોસ્ફરસ અને ૨૦૦ ગ્રામ પોટાશ રોપણીના ત્રીજા મહિને આપવું.
શોષક અને બિનશોષક પ્રકારની દવાને ઓળખો ઃ-
• જે દવા વનસ્પતિનાં કોષોની અંદર દાખલ થઈને રોગકારક સામે કાર્ય કરતી હોય તેને શોષક પ્રકારની દવા કહેવાય છે. દા.ત. બેન્ઝામીડેઝોલ, ઓકિઝથીન અને ટ્રાઈઝોલ્સ વર્ગની દવાઓ. બાકીની બધી જ જે દવા કોષોમાં દાખલ થઈ શકતી ન હોય કે સ્થળાંતર કરી શકતી ન હોય તેને બિનશોષક દવાઓ કહેવાય છે. દાત. કેપ્ટાન, મેન્કોઝેબ અને થાયરમ.
• શોષક પ્રકારની દવા બીજ અને મૂળ દ્વારા શોષાઈને જલવાહિની મારફતે વનસ્પતિનાં વિવિધ ભાગોમાં પહોંચે છે. પરંતુ અન્નવાહિની દ્વારા તેનું સ્થળાંતર થતું નથી. તેથી શોષક પ્રકારની દવા પાન ઉપર છાંટવામાં આવે ત્યારે થડ અથવા મુળમાં પહોંચતી નથી તેની તેની માવજત આપવા જમીનમાં નાખવી પડે પરંતુ જથ્થો વધારે જોઈએ અને દવા કિંમતી હોય તે આર્થિક રીતે પોષાય નહિ પરંતુ પાન ઉપરનાં રોગો અને બીજજન્ય રોગ માટે ઉપયોગી છે.
જૈવિક નિયંત્રણમાં વપરાતા જૈવિક ઘટકો કેવા હોવા જોઈએ?
• રોગકારક સામે અસરકારક હોવા જોઈએ.
• રાસાયણિક દવાઓ કરતા ઉત્પાદન ખર્ચ ઓછુ હોવુ જોઈએ.
• કાર્ય કરવાની ક્ષમતા સારી હોવી જોઈએ.
• પ્રદૂષણ પેદા ન કરે તેવા અને લક્ષ્ય રોગકારક સિવાય અન્ય ઉપયોગી સુક્ષ્મ જીવોને નુકસાનકારક ન હોવા જોઈએ.
• જૈવિક નિયંત્રકો / જૈવિક ઘટકો પોતે રોગકારક ન હોવા જોઈએ.
• માવજત આપ્યા બાદ લાંબો સમય કાર્યક્ષમ રહેવા જોઈએ.
• ગરમી, ઠંડી અને પાણીની ખેંચ સહન કરી શકે તેવા હોવા જોઈએ.
• મોટા પાયે ઉત્પાદન કરી શકે તેવા હોવા જોઈએ.
• સંકલિત નિયંત્રણમાં તેનો સમાવેશ કરી શકાય તેવા જોઈએ.
• મનુષ્ય તેમજ પ્રાણીમાં રોગકારક ન હોવા જોઈએ.
પશુપાલનઃ
• ગાયો-ભેંસોમાં જોવા મળતા છાતી અને ગાળાની શીરાના સોજા સાથેના રોગીષ્ઠ પશુઓને તાત્કાલિક સારવાર માટે રજૂ કરવા.
• ઋતુકાળ દેખાયા બાદ ૧૨ થી ૧૮ કલાકે બીજદાન કરાવવાથી કે ફેળાવવાથી ગર્ભધારણ થવાની તક વધુ હોય છે. આ સમયે લાંબી લટકતી પારદર્શક લાળી દેખાતી હોય છે અને ભાંભરે, આરાડે કે દોડાદોડી કરે.
• પશુઓમાં મિનરલ મિક્ષ્ચર કેવી રીતે ખવડાવી શકાય ?
• વાછરડા / વાછરડી – ૨૦-૨૫ ગ્રામ.
• પુખ પશુ જે દૂધ ન આપતાં હોય – ૫૦ ગ્રામ.
• દુધાળા પશુ – ૧૦૦-૧૫૦ ગ્રામ.
ઘાસચારોઃ
• ઉનાળામાં ઘાસચારનાં પાકમાં નેપિયર ઘાસ એનબી-૨૧, સીઓ-૧, એપીબીએન-૧ અને મકાઈમાં આફ્રિકન ટોલનું વાવેતર કરો.
• ગુજરાત આણંદ ઘાસચારા જુવાર -૧૨ નું વાવેતર કરો.