દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડીગો પર સંકટનો એક નવો તબક્કો આવી રહ્યો છે. ડિસેમ્બરમાં જ ૫,૦૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાયા હતા, ત્યારબાદ કોમ્પીટિશન કમિશન ઓફ ઇન્ડિયા હવે એરલાઇન સામે એન્ટીટ્રસ્ટ તપાસ કરવાનું વિચારી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તપાસનો હેતુ એ નક્કી કરવાનો હોઈ શકે છે કે શું ઇન્ડીગોએ તેના બજાર પ્રભુત્વનો દુરુપયોગ કર્યો હતો અને મુસાફરોની સેવાઓમાં વિક્ષેપ પાડ્યો હતો કે અન્યાયી શરતો લાદી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે કોમ્પીટિશન કમિશન ઓફ ઇન્ડિયા આ બાબત પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ટૂંક સમયમાં નક્કી કરશે કે તેના અધિકારક્ષેત્ર હેઠળ આવતા મામલાઓની તપાસ શરૂ કરવી કે નહીં. દરમિયાન, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન કટોકટીની વ્યાપક તપાસનું નેતૃત્વ કરી રહ્યું છે.
ઈન્ડીગો, જે સ્થાનિક એરલાઇન બજારના આશરે ૬૫% હિસ્સો નિયંત્રિત કરે છે, તેને પાઇલટ્સ માટે નવા છૂટછાટ નિયમો યોગ્ય રીતે લાગુ કરવામાં અસમર્થતાને કારણે ક્રૂની ભારે અછતનો સામનો કરવો પડ્યો. આના પરિણામે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ૫,૦૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. એરલાઇનને કુલ ૨,૪૨૨ કેપ્ટનની જરૂર હતી, પરંતુ તેમની પાસે ફક્ત ૨,૩૫૭ હતા. ઇન્ડીગોના સીઇઓને નોટિસ મોકલી, જેમાં તેમને ૨૪ કલાકની અંદર જવાબ આપવાનું કહેવામાં આવ્યું. જોકે, એરલાઈને જણાવ્યું હતું કે તેનું નેટવર્ક એટલું મોટું અને જટિલ છે કે તાત્કાલિક જવાબ આપવો મુશ્કેલ છે. તેથી, તેણે ડીજીસીએ પાસેથી ૧૫ દિવસનો સમય માંગ્યો, જે નિયમોમાં છે.
સ્પર્ધા કાયદાની કલમ ૪ મુજબ, કોઈપણ મોટી અથવા પ્રભાવશાળી કંપની પોતાના ફાયદા માટે અન્યાયી અથવા ભેદભાવપૂર્ણ નિયમો લાદી શકતી નથી, કોઈપણ સેવા અથવા ઉત્પાદનના પુરવઠામાં અવરોધ લાવી શકતી નથી, અથવા ગ્રાહકો પર અન્યાયી શરતો લાદી શકતી નથી. જો ઝ્રઝ્રૈં ને તેની પ્રારંભિક તપાસમાં લાગે છે કે કોઈ કંપની આવું કરી રહી છે, તો તે સંપૂર્ણ તપાસનો આદેશ આપી શકે છે.
ઇન્ડીગો પહેલા પણ એન્ટીટ્રસ્ટ તપાસ હેઠળ રહી છે. જોકે, ૨૦૧૫ અને ૨૦૧૬માં દાખલ કરાયેલા બે કેસ – એક વ્યક્તિગત ફરિયાદ (મુસાફરો પર લાદવામાં આવેલી અન્યાયી શરતો અંગે) અને બીજી એર ઇન્ડિયાની ફરિયાદ (ભરતીમાં અપમાનજનક પ્રથાઓ અંગે) -સીસીઆઇ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા.




































