પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધાના ૪૧ દિવસમાં જ શેહબાઝ શરીફ શનિવારે એક વિશેષ કોર્ટમાં હાજર થયા. લગભગ ૧૬ અબજ રૂ.ના મની લોન્ડરિંગ કેસમાં શેહબાઝઅને તેમના પુત્ર તથા પંજોબના મુખ્યમંત્રી હમઝા શરીફ આરોપી છે. કોર્ટે બંનેને જોમીન આપતા આ મામલે સુનાવણી ૨૮ મે સુધી સ્થગિત કરી હતી. શાહબાઝે તેમના પર લાગેલા તમામ આરોપોને રાજકારણથી પ્રેરિત ગણાવ્યા હતા. જોકે એફઆઈએએ કહ્યું કે પિતા-પુત્ર ભાગેડુ રહ્યા છે.
તેમને જોમીન ન આપવામાં આવે. પાકિસ્તાનની સુપ્રીમકોર્ટે શેહબાઝ અને પંજોબમાં હમઝા તરફથી કોઈપણ નિમણૂક પર રોક લગાવી છે. પાક.માં શરીફ સરકારને આર્થિક અને રાજકીય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં શેહબાઝ તેમની કેબિનેટના સભ્યો સાથે લંડનમાં જઈને પૂર્વ પીએમ અને પીએમએલએનના વડા નવાઝ શરીફને મળી ચૂક્યા છે. રાજકીય ગલિયારામાં પાક.માં જલદી ચૂંટણી યોજવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
વર્લ્‌ડ બેન્કના અધિકારીઓની સાથે બેઠક બાદ શેહબાઝ શરીફે સામાન્ય બજેટની જોહેરાત કરી છે. પાક. સરકાર નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ, નાણાકીય બિલ સાથે ૧૦ જૂને રજૂ કરશે. બજેટમાં સરકાર લગભગ ૭૦ હજોર કરોડ રૂ.ના અંદાજિત ખર્ચનો હિસાબ આપશે. વર્લ્‌ડ બેન્ક પાક. સરકારને ૧૫૫ કરોડ રૂ.ની આર્થિક સહાય આપશે. આગામી બુધવાર સુધી તેની પુષ્ટી કરી દેવાશે. આર્થિક તંગીનો સામનો કરી રહેલી પાક. સરકારે સાઉદી સરકારને ૫ અબજ ડાલરની મદદ કરી છે.
શેહબાઝ શરીફ તથા તેમના પુત્ર હમઝાને શનિવારે લાહોરની વિશેષ કોર્ટમાં હાજર કરતી વખતે મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરાઈ હતી. તેને જોઈ જજ એજોજ હસને કહ્યું કે પીએમ સાહેબ આ કેવી સુરક્ષા છે. વકીલો અને જજોને પણ કોર્ટમાં આવવા દેવાઈ
રહ્યા નથી. જજ હસને કહ્યું કે આ ખોટું છે. તેના પર પીએમ શેહબાઝે કહ્યું કે મને પણ કોર્ટમાં આવતા અટકાવાયા હતા. તેના પર જજે કહ્યું કે તમે દેશની સરકારના વડા છો. તમે તપાસનો આદેશ આપો. ફક્ત હાં માં હાં મિલાવવાથી કંઇ નહીં થાય. તેના પર શાહબાઝે કહ્યું કે હું પંજોબના સીએમ હમઝાને તપાસનો આદેશ આપું છું.
પાક.ના પૂર્વ પીએમ ઈમરાન ખાને પણ શેહબાઝ સરકાર વિરુદ્ધ કડક મિજોજ અપનાવ્યો છે. ઈમરાનની પાર્ટી પીટીઆઈએ ૨૫થી ૨૯ મે સુધી પાક.ના જુદા જુદા શહેરોથી રાજધાની ઈસ્લામાબાદ સુધી લોંગ માર્ચની જોહેરાત કરી છે. ખરેખર પંજોબ પ્રાંતમાં શેહબાઝ શરીફના દીકરા હમઝાને સમર્થન આપી રહેલી પીટીઆઈના ૨૫ ધારાસભ્યોને અયોગ્ય જોહેર કરાયા બાદથી ઈમરાનને કેન્દ્રની શરીફ સરકારને ઘેરવાની સારી તક મળી ગઈ છે. તે સભાઓમાં શરીફ સરકાર પર અમેરિકા તરફી હોવાના જૂના આરોપોને ફરી દોહરાવી રહ્યા છે.